બદલાયું મિનિસ્ટ્રી ઓફ શિપિંગ વિભાગનું નામ, PM મોદીએ ગુજરાતીઓને સંબોધનમાં કરી જાહેરાત
- હવે મિનીસ્ટ્રી ઓફ શિપિંગનું નામ પણ બદલવામાં આવ્યું છે. તેને બદલે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટર બેઝના નામથી ઓળખવામાં આવશે.
- તેમણે કહ્યું કે, ગત 2 દાયકામાં પારંપારિક બંદર સંચાલનથી નીકળીને નવુ મોડલ ગુજરાતાં લાગુ કરાયું છે. આ મોડલ એક બેન્ચમાર્ક બન્યું છે
ઝી મીડિયા/બ્યૂરો :મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનો આજે શુભારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે. ઘોઘા હજીરા રોપેક્ષ (ghogha hazira ro pax ferry) સેવાનો આજથી પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણથી આ સુવિધાને ખુલ્લી મૂકી છે. ત્યારે આ વર્ચ્યૂઅલ લોકાર્પણમાં પીએમ મોદીએ ગુજરાતીઓને સંબોધન કર્યું હતું. સાથે જ એક મટી જાહેરાત પણ કરી હતી. તેઓએ મિનિસ્ટ્રી ઓફ શિપિંગ (ministry of shipping) નું નામ બદલાયું હોવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે, હવે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટર બેઝ કરાયું છે.
આ પણ વાંચો : 300 મીટરની ઊંડી ખીણ જોઈને તમ્મરિયા આવી જાય, ત્યાં ખાબકી ગુજરાતી યુવકોની કાર
મિનિસ્ટ્રી ઓફ શિપિંગનું નામ બદલાયું
એક મહત્વની વાત કરતા તેઓએ જણાવ્યું કે, હવે મિનીસ્ટ્રી ઓફ શિપિંગનું નામ પણ બદલવામાં આવ્યું છે. તેને બદલે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટર બેઝના નામથી ઓળખવામાં આવશે. મોટાભાગે શિપિંગ મંત્રલાય જ પોર્ટ અને વોટર મંત્રાલય હોય છે મંત્રાલયના નામમાં સ્પષ્ટતા આવવાથી કામમાં પણ સ્પષ્ટતા આવશે. આત્મનિર્ભર ભારત બ્લ્યૂ ઈકોનોમીના ભાગને મજબૂત કરવા સમુદ્ર સાથે જોડાયેલ લોજિસ્ટિકને મજબૂત કરવુ જરૂરી છે. હાલ અર્થ વ્યવસ્થા પર લોજિસ્ટિક પર થતો ખર્ચ વધુ છે. આપણા દેશમાં આપણા દેશમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધુ છે. તેને ઘટાડવા પર ફોકસ કરાઈ રહ્યું છે. રોડ, રેલ, એર અને શિપિંગ જેવા ઈન્ફ્રાસ્ટ્ર્કચરની કનેક્ટિવિટી વધુ સારી થાય. દેશમાં મલ્ટિમોડલ લોજિસ્ટિકનું નિર્માણ થઈ રહ્યું છે. પાડોશી દેશ સાથે પણ મળીને કામ કરી રહ્યાં છે. આ તમામ પ્રયાસોથી આપણે લોજિસ્ટીક કોસ્ટને ઓછી કરવામાં સફળ થશું. લેજોસ્કીની કિંમતને કાબૂ કરવામાં આર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે.
આ પણ વાંચો : અમદાવાદીઓ વાંચી લો, રાત્રે આ સમય દરમિયાન જ ફોડી શકશો ફટાકડા, નહિ તો...
પીએમ મોદીનું સ્વપ્ન પૂરુ કરવાની દોડમાં રાજકોટ, જલ્દી જ થઈ શકે છે એઈમ્સ હોસ્પિટલનું ખાત મુહૂર્ત