Mira Road Murder Case: મુંબઈથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં મીરા રોડ વિસ્તારમાં એક સોસાયટીમાંથી એક મહિલાના મૃતદેહના અવશેષો મળ્યા છે. મહિલાનો મૃતદેહ ટુકડામાં મળી આવ્યો. મહિલાનું ગળું ચીરીને હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાનું નામ સરસ્વતી વિદ્યા હોવાનું કહેવાય છે. જે તેના લિવ ઈન પાર્ટનર મનોજ સાને સાથે રહેતી હતી. લિવ ઈન પાર્ટનરની ઉંમર 56 વર્ષ છે. પોલીસને શક છે કે હત્યા 4 જૂનના રોજ થઈ હતી. બંને આકાશગંગા ભવનમાં ભાડાના ફ્લેટમાં 3 વર્ષથી રહેતા હતા. પોલીસના  શકના આધારે મહિલાના લિવ ઈન પાર્ટનર મનોજ સાનેની ધરપકડ કરી લેવાઈ છે. હાલ તપાસ ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિવ ઈન પાર્ટનરને કુકરમાં પકવી નાખી
મીરા રોડ મર્ડર કેસમાં સૂત્રોના હવાલે મોટા સમાચાર છે કે શરીરના ટુકડાં કરીને કુકરમાં પકવી નાખવામાં આવ્યા. આરોપીએ મહિલાના શરીરના ટુકડા કરી કુકરમાં પકવ્યા અને કૂતરાને ખવડાવી દીધા. મીરા રોડ વિસ્તારમાં સ્થિત સોસાયટીના ફ્લેટમાં મહિલાના મૃતદેહના અવશેષો મળી આવ્યા. મહિલાની હત્યા કરીને અનેક ટુકડાં કરી દેવાયા હતા. ફ્લેટમાં દુર્ગંધ આવતા લોકોએ ફરિયાદ કરી હતી. પોલીસને ફ્લેટમાંથી લાશના ટુકડાં મળી આવ્યા. 


ગેમિંગ એપ બાદ સ્નેપચેટથી બ્રેઈનવોશ! UP થી મહારાષ્ટ્ર સુધી ધર્માંતરણના તાર


બાથરૂમમાં ઘૂસીને પતિએ પત્નીની કરી હત્યા, બચાવવા આવેલી વહૂને દોડાવી અને પછી...


આ હિલ સ્ટેશન પર સાંજે 5 વાગ્યાથી રાતે 10 વાગ્યા વચ્ચે નહીં મળે એન્ટ્રી, ગયા તો...


આ રીતે થયો પર્દાફાશ
મુંબઈના પરા વિસ્તાર મીરા રોડ સ્થિત ગીતા કોઓપરટિવ હાઉસિંગમાં ગત સાંજે લગભગ 8 વાગે સોસાયટીના એક બિલ્ડિંગમાં સાતમા માળના ફ્લેટમાંથી પોલીસને મહિલાની લાશના ટુકડાં મળી આવ્યા. રહીશો તરફથી એવી ફરિયાદ મળી હતી કે ફ્લેટમાંથી દુર્ગંધ આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube