આ હિલ સ્ટેશન પર સાંજે 5 વાગ્યાથી રાતે 10 વાગ્યા વચ્ચે નહીં મળે એન્ટ્રી!, ગયા તો ગાડી પાછી મોકલાશે

ઉનાળામાં મોટાભાગે લોકોને પહાડો પર જવું ખુબ ગમતું હોય છે. એક કે બે દિવસની રજા લઈને પણ લોકો હિલ સ્ટેશન પર ફરવા માટે ઉપડી જાય છે. નૈનીતાલ હોય કે પછી શિમલા કે પછી કોઈ પણ હિલ સ્ટેશન શનિવાર અને રવિવારે તો ટ્રાફિક જામ જેવી સ્થિતિ હોય છે.

આ હિલ સ્ટેશન પર સાંજે 5 વાગ્યાથી રાતે 10 વાગ્યા વચ્ચે નહીં મળે એન્ટ્રી!, ગયા તો ગાડી પાછી મોકલાશે

ઉનાળામાં મોટાભાગે લોકોને પહાડો પર જવું ખુબ ગમતું હોય છે. એક કે બે દિવસની રજા લઈને પણ લોકો હિલ સ્ટેશન પર ફરવા માટે ઉપડી જાય છે. નૈનીતાલ હોય કે પછી શિમલા કે પછી કોઈ પણ હિલ સ્ટેશન શનિવાર અને રવિવારે તો ટ્રાફિક જામ જેવી સ્થિતિ હોય છે. આ સમસ્યાને જોતા હવે પહાડોની રાણી ગણાતા મસૂરીમાં પ્રશાસને લોકો માટે કેટલાક નિયમો બનાવ્યા છે. જો તમને પણ ફરવાનું બહું ગમતું હોય તો તમારે તે જાણવા જરૂરી છે. 

એટલું જ નહીં સીઝન શરૂ થતા જ મસૂરીમાં પીઆરડી અને હોમગાર્ડના અનેક જવાનોને પણ કામે લગાવવામાં આવ્યા છે જે  ત્યાંના  ચાર રસ્તાઓ, સર્કલની વ્યવસ્થા જોશે જેથી કરીને ટ્રાફિકમાં કોઈ પરેશાની ન આવે. આ નિયમો વિશે ખાસ જાણો. 

મલ્ટી લેવલ પાર્કિંગ માટે લેન
મસૂરી પેટ્રોલ પંપમાં મલ્ટી લેવલ પાર્કિંગને લઈને એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો છે. એટલું જ નહીં રસ્તા કિનારે જો કોઈએ વાહન પાર્ક કર્યું તો તેના માલિક પર  ફાઈન લાગશે. અત્રે જણાવવાનું કે રસ્તાઓમાં કોઈને પણ વાહન પાર્ક કરવાની મંજૂરી નહીં રહે. નો પાર્કિંગ નિયમોનું કડકાઈથી પાલન કરાશે. માલ રોડ પર પ્રતિબંધિત સમય સાંજ 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના વાહનને માલ રોડમાં એન્ટ્રી નહીં મળે. જો બતાવવામાં આવેલા ટાઈમિંગ પર કોઈ પણ ફરતું જોવા મળશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. 

નો પાર્કિંગ ઝોનમાં ઉભેલા વાહનો પર દંડ
મસૂરી લંઢોર બજારમાં વધુ વાહન થતા લંઢોરથી ટિહરી બાયપાસ પર વાહનો ડાયવર્ટ કરાશે. જો તમે નો પાર્કિંગમાં વાહન ઊભા કરતા જણાશો તો મારા પર ભારે દંડ લાગી શકે છે. આવી ગતિવિધિ માટે એક અલગથી ટીમ બનાવવામાં આવશે. તો ધ્યાનમાં રહે કે સીઝનમાં જો તમે ફરવાનું પ્લાનિંગ કરતા હોવ તો આવી ફેમસ જગ્યા પર થોડી પાર્કિંગવાળી જગ્યાઓ પર જ તમારું વાહન ઊભું રાખજો. 

મસૂરીમાં ફરવા માટે સૌથી સારો સમય
મસૂરી ફરવા માટે સૌથી સારો સમય ઉનાળામાં એપ્રિલથી જુલાઈ વચ્ચેનો છે. આ દરમિયાન અહીં ફરવાની મજા  આવે છે. મસૂરી અને દહેરાદૂનમાં પણ આ પીક સીઝન હોય છે. આ ઉપરાંત સપ્ટેમ્બરથી મધ્ય નવેમ્બરનો સમય પણ સારો હોય છે. ત્યારે તમે ધુમ્મસથી છવાયેલા હિમાલયનો અદભૂત લ્હાવો લઈ શકો છો. જુલાઈના અંતથી સપ્ટેમ્બર સુધી ચોમાસા દરમિયાન જવાથી બચવું. 

કેવી રીતે જવું
હવાઈ માર્ગ- દહેરાદૂનમાં જોલીગ્રાંટ એરપોર્ટ મસૂરીથી સૌથી નજીકનું એરપોર્ટ છે. દિલ્હી અને મુંબઈથી સીધી ફ્લાઈટ મળે છે. દહેરાદૂનથી મસૂરી જવા માટે સ્થાનિક ટેક્સીઓ કે બસ મળે છે. 

રોડ માર્ગ- અનેક રાજ્ય સરકારો અને પ્રાઈવેટ બસો મસૂરીને દિલ્હી,  દહેરાદૂન અને યુપી તથા ઉત્તરાખઁડના અન્ય શહેરો જેમ કે આસપાસના સ્થાનો સાથે જોડે છે. મસૂરી માટે સતત બસો જાય છે તો તમે બસ સરળતાથી મેળવી શકો છો. 

રેલવે દ્વારા- દહેરાદૂન રેલવે સ્ટેશન લગભગ 36 કિમી દૂર સ્થિત મસૂરીનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. દિલ્હી, કોલકાતા, જમ્મુ અને અમૃતસર સહિત દૂર અને નજીકના અનેક શહેરોથી ટ્રેને દહેરાદૂન માટે દોડે છે. ટ્રેનથી દહેરાદૂન પહોંચ્યા બાદ પર્યટકો મસૂરી માટે સ્થાનિક ટેક્સીઓ કે બસ લઈ શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news