• ભલે લહેરો કેટલીય ઊંચે કેમ ન આવે, વિનાશ પણ કેમ ન આવે, તેમ છતાં મંદિરની અંદર અવાજ આવતો નથી

  • હનુમાનજીએ મંદિરની ચારે તરફ વાયુનુ એવુ ચક્ર બનાવ્યું કે, અવાજ અંદર ન જાય અને ભગવાન આરામથી વિશ્રામ કરે છે


ઝી મીડિયા/બ્યૂરો :ચાર ધામમાંથી એક ઓડિસાનું જગન્નાથ મંદિર (Jagannath Temple) સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. તેને રાજા ઈન્દ્રયુમ્નએ ભગવાન હનુમાનજી (Hanuman Ji) ની પ્રેરણાથી બનાવ્યું હતું. કહેવાય છે કે, આ મંદિરની રક્ષાનું દાયિત્વ ભગવાન પ્રભુ જગન્નાથે શ્રી હનુમાનજીને સોંપ્યું હતું. તેથી હનુમાનજી સમુદ્રના અવાજને આ મંદિરના અંદર આવતા રોક્યો હતો. આ અત્યંત ચમત્કારિક બાબત છે. સમુદ્રના કિનારે મંદિર હોવા છતા મંદિરની અંદર સમુદ્રના લહેરોનો અવાજ આવતો નથી. ભલે લહેરો કેટલીય ઊંચે કેમ ન આવે, વિનાશ પણ કેમ ન આવે, તેમ છતાં અંદર અવાજ આવતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : શું તમે વેક્સીન ન લેનાર વ્યક્તિને ડેટ કરશો... તમે શું આપશો આનો જવાબ?


પ્રભુ જગન્નાથને ઊંઘવા નથી દેતો સમુદ્રનો અવાજ
સમુદ્રના અવાજ મંદિરમાં આવવાથી રોકવાની પાછળ એક પ્રખ્યાત કથા છે. કહેવાય છે કે, એકવાર નારદજી ભગવાન જગન્નાથના દર્શન માટે આવ્યા તો દ્વાર પર ઉભા રહેલા હનુમાનજીએ જણાવ્યુ કે, આ સમયે ભગવાન પ્રભુ વિશ્રામ કરી રહ્યાં છે. નારદજી દ્વારની બહાર ઉભા રહીને રાહ જોવા લાગ્યા. થોડા સમય બાદ તેમણે મંદિરના દ્વારની અંદર જોયુ તો પ્રભુ જગન્નાથ શ્રીલક્ષ્મીની સાથે ઉદાસ બેસ્યા હતા. તેમણે પ્રભુ તેમણે પ્રભુને તેનુ કારણ પૂછ્યુ તો તેમણે કહ્યું કે, સમુદ્રનો અવાજ તેમને ઊંઘવા નથી દેતો. 


આ પણ વાંચો : સરકાર સામે પડ્યા મંત્રી પુરુષોત્તમ સોલંકી, કહ્યું-ભાજપમાં માછીમારોને કશું આપવામાં આવતું નથી


સમુદ્રને પાછળ હટવાનું કહ્યું
નારદજીએ જ્યારે ભગવાનના વિશ્રામમાં બાધા આવવાની વાત કરી હનુમાનજીને જણાવ્યું. ત્યારે હનુમાનજીએ ક્રોધિત થઈને સમુદ્રને કહ્યું કે, તમે અહીંથી દૂર હટીને પોતાનો અવાજ રોકી લો. આ પર સમુદ્ર દેવે પ્રકટ થઈને કહ્યું કે, મહાવીર હનુમાન, આ અવાજ રોકવો મારા બસમાં નથી. હવા ચાલશે તો અવાજ આવશે. તેથી તે પોતાના પિતાને વિનંતી કરે. પછી હનુમાનજીએ પોતાના પિતા પવન દેવ સાથે આગ્રહ કરીને કહ્યું કે, તમે મંદિરની દિશામાં ન વહો. પિતાએ તેને અસંભવ ગણાવતા અને એક સૂચના આપતા કહ્યું કે, મંદિરની આસપાસ તે એક ગોળાકાર બનાવે, જેથી અંદર અવાજ ન જાય. 


આ પણ વાંચો : સૌરાષ્ટ્રના આકાશમાં ચમકતી લાઈટ અને ભેદી ધડાકાનું રહસ્ય વૈજ્ઞાનિકોએ ખુલ્લુ પાડ્યું


એક પગલા પર બંધ થઈ જાય છે અવાજ
હનુમાનજીને પિતાએ આપેલ સૂચનાને માનીને મંદિરની ચારે તરફ વાયુનુ એવુ ચક્ર બનાવ્યું કે, સમુદ્રનો અવાજ મંદિરની અંદર ન જાય અને હવે ભગવાન જગન્નાથ આરામથી વિશ્રામ કરે છે. આ ચમત્કાર છે કે, મંદિરના સિંહદ્વારમાં પહેલુ પગલુ ભરતા જ સમુદ્રનો અવાજ અંદર આવવાનો બંધ થઈ જાય છે. પરંતુ એક પગલુ પાછળ હટતા જ અવાજ સંભળાવા લાગે છે.