બેંગ્લુરુ: બેંગ્લુરુમાં એક રોડ અકસ્માતમાં પાંચ વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. બેંગ્લુરુમાં રહેતા ચન્નાપરમેશ્વર અને તેમની પત્ની રેણુકા પાંચ વર્ષના બાળક સાથે બાઈક પર બેંગ્લુરુ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન અકસ્માત થયો. આ ઘટના રવિવાર સાંજેની બેંગ્લુરુના ગ્રામીણ વિસ્તાર નેલામંગલાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈવે પર તેમની બાઈક એક અન્ય દ્વિચક્કી વાહન સાથે ટકરાઈ અને આ ટક્કર એટલી ભીષણ હતી કે પતિ અને પત્ની બંને બાઈક પરથી જમીન પર પછડાયા પરંતુ બાઈક રસ્તા પર આગળ ચાલતી જ રહી. બાઈક પર બાળક પણ બેઠું હતું. ચમત્કારિક રીતે બાઈક થોડો સમય આગળ વધતી રહી. 


બાઈક લગભગ 300 મીટર સુધી રસ્તા પર દોડતી રહી અને છેલ્લે ડિવાઈડર સાથે ટકરાઈ. ત્યારબાદ બાળક ઘાસ પર પડ્યો. સૌથી રાહતની વાત એ હતી કે બાળકને જરાય વાગ્યુ નહતું. આસપાસના લોકો તરફ બાળકને ઉઠાવીને લાવ્યા અને માતા પિતા પાસે લઈ ગયાં.


આ આખી ચમત્કારિક ઘટના તે રસ્તા પર દોડી રહેલી એક કારના કેમેરામાં કેદ થઈ ગઈ. કાર પણ તે જ દિશામાં જઈ રહી હતી. દંપત્તિને મામૂલી ઈજાઓ થઈ અને એક હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી. આ ઘટનાનો વીડિયો એક પોલીસ ઓફિસરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.