મિઝોરમ વિધાનસભા ચૂંટણી પરિણામ: 26 સીટો પર MNF એ જીત નોંધાવી, બનાવશે સરકાર
એમએનએફએ 26 સીટો પર જીત નોંધાવી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 5 બેઠકો પર જીત મળી છે. તો બીજી બાજુ ભાજપે પ્રથમ વાર મિઝોરમમાં ખાતુ ખોલાવતા તેને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે અન્યના ખાતામાં 8 સીટો આવી છે.
મિઝોરમ વિધાનસભા ચૂંટણી (Mizoram Elections 2018) માં 40 સીટો માટે મતગણતરી પુરી થઇ ગઇ છે. જેમ કે ઇતિહાસ રહ્યો છે કે કોઇપણ પાર્ટી 10 વર્ષથી વધુ સત્તામાં રહી શકી નથી. તે ઇતિહાસને પુનરાવર્તિત કરતાં કોંગ્રેસને સત્તામાંથી દૂર કરી છે. મિઝોરમના મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર લાલ થનહવલા ચંપઇ દક્ષિણ સીટ અને સર્છિપ સીટ પરથી પણ હારી ગયા છે. એમએનએફએ 26 સીટો પર જીત નોંધાવી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 5 બેઠકો પર જીત મળી છે. તો બીજી બાજુ ભાજપે પ્રથમ વાર મિઝોરમમાં ખાતુ ખોલાવતા તેને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે અન્યના ખાતામાં 8 સીટો આવી છે.
વાંચો: 5 રાજ્યોના ચૂંટણી પરિણામ LIVE: કોણ બનશે બાદશાહ, કોણ બનશે બાજીગર અને કોણ બનશે કિંગમેકર?
એમએનએફના અધ્યક્ષ જોરામથંગાએ કહ્યું કે અમે સરકાર બનાવવા જઇ રહ્યા છીએ એટલા માટે અમારી પ્રાથમિકતા મુખ્ય રીતે ત્રણ વસ્તુઓ પર હશે. સરકાર બનતાં જ દારૂબંધી લાગૂ થશે. રસ્તાઓ સુધારીશું. આ ઉપરાંત સરકારનું પુરૂ ફોકસ સોશિયલ ઇકોનોમિક ડેવલોપમેંટ પ્રોગ્રામ (SEDP) પર રહેશે.
વાંચો: મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: સત્તાનું ઘમાસાણ, ભાજપ સત્તા જાળવશે કે કોંગ્રેસ કરશે વાપસી?
વાંચો: Telangana Assembly Result Live Updates: 119 સીટ પર કોણ બનશે તેલંગણા કિંગ?
વાંચો: Live: છત્તીસગઢના 1269 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય, 8 કલાકે શરૂ થશે મતગણતરી
વાંચો: Rajasthan election Result Live: રાજસ્થાન ચૂંટણી પરિણામ જુઓ લાઇવ
તેમણે કહ્યું કે અમે કોઇની સાથે ગઠબંધન કરી રહ્યા નથી, ભલે તે ભાજપ હોય કે પછી બીજી રાજકીય પાર્ટી. અમે નોર્થ-ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA) અને NDA સહયોગી જરૂર છીએ. પરંતુ MNF કોંગ્રેસ અથવા UPAનો ભાગ નહી બને.