નવી દિલ્હી/આઈઝોલઃ ઉત્તર પૂર્વમાં કોંગ્રેસની એકમાત્ર સત્તા ધરાવતા રાજ્ય મિઝોરમમાં પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવાઈ છે. કોંગ્રેસે રાજ્યની તમામ 40 બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના મુખ્યમંત્રી લાલ થનહવલાને શિરચિપ્પ વિધાનસભા બેઠકની ફરીથી ટિકિટ અપાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવેમ્બર અને ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, મિઝોરમમાં તમામ બેઠક પર 28 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. મિઝોરમની સાથે જ મધ્યપ્રદેશમાં પણ એ જ દિવસે મતદાન યોજાવાનું છે. આ ઉપરાંત, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 11 ડિસેમ્બરે તમામ રાજ્યોમાં મતગણતરી થશે. 


મિઝોરમ ચૂંટણી 2018: ઉત્તરપૂર્વના એકમાત્ર રાજ્યમાં પણ કોંગ્રેસના કાંગરા ખરવા લાગ્યા, ચોથા ધારાસભ્યએ પાર્ટી છોડી


ઉલ્લેખનીય છે કે, મિઝોરમની 40 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ 34 ધારાસભ્ય સાથે સત્તામાં છે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 15 ડિસેમ્બરના રોજ પૂરો થવાનો છે. અહીં ચૂંટણીમાં વીવીપીએટી મશીનનો ઉપયોગ કરાશે. 


છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018 : સત્તા ટકાવી રાખવા ભાજપનો 'કાતર' દાવ?


છત્તીસગઢ વિધાનસભામાં સત્તામાં રહેલા ભાજપની 49 બેઠક અને કોંગ્રેસ પાસે 39 બેઠક ઉપરાંત એક બેઠક બસપા અને એક અપક્ષના ખાતામાં છે. અહી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે, તેમાં છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી પણ એક નવો પક્ષ બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતરેલા છે. 


રાજસ્થાનની 200 સભ્યની વિધાનસભામાં સત્તામાં રહેલી ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે અને તેની 163 સીટ છે. કોંગ્રેસ તથા અન્ય પાસે 37 સીટ છે. 


મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ માટે એન્ટી ઈન્કમ્બન્સીનો ડર, કોંગ્રેસને પરિવર્તનની તક


મધ્યપ્રદેશમાં 230 બેઠકમાંથી બાજપના 165, કોંગ્રેસ 57, બસપા 4 અને અપક્ષ 3 ધારાસભ્ય છે. અહીં, પણ મુખ્ય ટક્કર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લી ત્રણ ટર્મનથી ચૂંટાતા આવ્યા છે.