ઇમ્ફાલઃ દેશમાં કોરોના વાયરસના મામલા રોકાવાનું નામ લઈ રહ્યાં નથી. કોરોના સંકટ વચ્ચે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ગોવા બાદ મિઝોરમ પણ કોરોના વાયરસના સંક્રમણથી સંપૂર્ણ પણે મુક્ત થઈ ગયું છે. અહીં એકમાત્ર કોરોના સંક્રમિત વ્યક્તિ હવે સ્વસ્થ થઈ ગયો છે. શનિવારે આ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે મિઝોરમ પણ પૂર્વોત્તરના તે ચાર રાજ્યોમાં સામેલ થઈ ગયું છે, જે ગ્રીન ઝોનમાં છે. નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ. માત્ર આસામ અને ત્રિપુરામાં કોરોના વાયરસના એક્ટિવ કેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિઝોરમના સ્વાસ્થ્ય મંત્રી આર લલથંગલિઆનાએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી સંક્રમિત પાદરીના તમામ ચાર રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. શનિવારે પાદરીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તેમની સારવાર 45 દિવસ ચાલી હતી. તેઓ 16 માર્ચે એમ્સટર્ડનથી પરત ફર્યા હતા. 24 માર્ચે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાદરીની પત્ની અને બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને પહેલાં જ રજા આપી દેવામાં આવી હતી. 


ભારતે પણ વેક્સીન તૈયાર કરવાની દિશામાં ભર્યું પગલું, જાનવરો પર થશે ટ્રાયલ


હવે મિઝોરમમાં કોરોનાનો એકપણ દર્દી નહીં
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, મિઝોરમને કોવિડ-19 મુક્ત રાજ્ય જાહેર કરી શકાય છે કારણ કે અમારી પાસે હવે એકપણ એક્ટિવ દર્દી નથી. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ ડોક્ટરો, નર્સ અને હેલ્થ સ્ટાફનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને મિઝોરમને કોરોના મુક્ત થવા પર શુભેચ્છા આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર