Mizoram Cm Daughter Video: મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગા (Zoramthanga)ના પુત્રીનો એક ડોક્ટર સાથે ગેરવર્તણૂંક કરવાનો અને તેમના પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીની પુત્રીના આ દુર્વ્યવહાર વિરુદ્ધ IMA એ પ્રદર્શન કર્યું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની મિઝોરમ બ્રાન્ચે પોતાની જ ક્લિનિકમાં તેમના સાથે ડોક્ટર સાથે Black Badge પહેરીને  હુમલાનો વિરોધ કર્યો. અત્રે જણાવવાનું કે આ મામલો 17 ઓગસ્ટનો છે. વીડિયો વાયરલ થયા બાદ મામલાએ તૂલ પકડી લીધુ છે. ડોક્ટરોએ ખુબ નારાજગી વ્યક્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમની પુત્રીએ ડોક્ટર પર કર્યો હુમલો
સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યુ છે કે એક મહિલા પ્રાઈવેટ ક્લિનિકમાં ડ્યૂટી દરમિયાન ડોક્ટર પર હુમલો કરે છે. મહિલાની ઓળખ મિલારી છંગટે તરીકે થઈ છે. જે મિઝોરમના હાલના મુખ્યમંત્રી જોરમથાંગાની પુત્રી છે. સીએમની પુત્રીએ જે ડોક્ટર પર હુમલો કર્યો છે તેમનું નામ ડો.જોનુના છે. 


Noida Woman Viral Video: લાજ શરમ નેવે મૂકી દીધી? મહિલાએ ગાર્ડને કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી, Video વાયરલ


Watch Video: નેતાજી અન્ય મહિલા સાથે કરી રહ્યા હતા રોમાન્સ, પત્નીએ રંગે હાથે પકડી ચપ્પલથી માર્યા


જાહેરમાં માફી
બીજી બાજુ સીએમના પુત્ર રામથનસિયામાએ ઘટના બાદ તરત પોતાની બહેન તરફથી એક જાહેર માફી બહાર પાડી. જેમાં કહેવાયું છે કે તેમની બહેનને માથા પર ઈજા થયા બાદથી તણાવ હતો અને તે આ કારણસર સૂઈ શકતી નહતી. તેને એક નિશાનનો ડર હતો. તે ડોક્ટરની ક્લિનિકમાં તણાવના કારણે પોતાના વારાની રાહ જોઈ શકી નહીં. આ ઉપરાંત પુત્રીની આ હરકત પર મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ જનતા અને ડોક્ટર જોનુના તથા તેમના પરિવારની માફી માંગવા માટે એક લેખિત માફીનામુ પણ બહાર પાડ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube