Mizoram Election Result LIVE : મિઝોરમ ચૂંટણી પરિણામ 2018, જુઓ લાઇવ- શરૂઆતી ટ્રેંડમાં MNF આગળ
મિઝોરમ વિધાનસભા ચૂંટણી (Mizoram Elections 2018)માં 40 સીટો માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. મિઝોરમમાં કોંગ્રેસ ગત વર્ષોથી સત્તામાં છે. શરૂઆતી ટ્રેંડ સામે આવ્યો આવ્યો છે. અહીં પૂર્વોત્તરમાં કોંગ્રેસનો અંતિમ કિલ્લો ધરાશાઇ થઇ ગયો છે. અહીં 10 વર્ષોથી સત્તા પર બિરાજમાન કોંગ્રેસને જનતાએ બહારનો રસ્તો બતાવી દીધો છે. મિઝોરમના સીએમ અને કોંગ્રેસના ઉમેદવાર લાલ થનહવલા ચંપઇ દક્ષિણ સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. હતા. અને ત્યારબાદ સર્છિપ સીટ પરથી પણ હારી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન એમએનએફએ 17 સીટો પર જીત નોંધાવી લીધી છે. અહીં સરકાર બનાવવ માટે 21 સીટો જોઇએ છે. જ્યારે કોંગ્રેસે 4 સીટો પર જીત નોંધાવી છે. અનેે અન્યના ખાતામાં 5 સીટો ગઇ છે. જ્યારે ભાજપે 1 સીટ પર જીત મેળવીને પ્રથમવાર મિઝોરમમાં ખાતું ખોલાવ્યુું છે.
5 રાજ્યોના ચૂંટણી પરિણામ LIVE: કોણ બનશે બાદશાહ, કોણ બનશે બાજીગર અને કોણ બનશે કિંગમેકર?
2013ની વિધાનસભા ચૂંટણીમાં મિઝોરમ (Mizoram Assembly Elections 2018) માં કોંગ્રેસ 34 સીટો પર જીત નોંધાવી હતી. મિઝો નેશનલ (MNF)ના ખાતામાં પાંચ અને મિઝોરમ પીપુલ્સ કોંફ્રેંસના ખોળામાં એક સીટ આવી હતી. આ વખતે ચૂંટણીમાં ભાજપે પણ જોર લગાવ્યું છે.
મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ LIVE: સત્તાનું ઘમાસાણ, ભાજપ સત્તા જાળવશે કે કોંગ્રેસ કરશે વાપસી?
Telangana Assembly Result Live Updates: 119 સીટ પર કોણ બનશે તેલંગણા કિંગ?
Live: છત્તીસગઢના 1269 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય, 8 કલાકે શરૂ થશે મતગણતરી
એક્ઝિટ પોલના અનુસાર મિઝોરમમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા નિકળી શકે છે. ઇન્ડિયા ટીવી અને નેતાના એક્ઝિટ પોલના અનુસાર 40 વિધાનસભા સીટોવાળા આ રાજ્યમાં કોંગ્રેસ સમેટાઇને 15 સીટો પર આવી શકે છે. તો બીજી તરફ મિઝો નેશનલ ફ્રંટને સૌથી વધુ 19 સીટો મળી શકે છે. તો બીજી તરફ અન્યને 6 સીટો મળવાનું અનુમાન છે.
મિઝોરમ વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી રાજધાની આઇજોલમાં શરૂ થઇ ગઇ છે. મતગણતરી અધિકારી કાઉટિંગ સેંટર પર પહોંચી ગયા છે. કાઉટિંગ સેંટરમાં કોંગ્રેસ, મિઝોરમ નેશનલ ફ્રંટ અને ભાજપના પ્રતિનિધિ પહોંચી ચૂક્યા છે. ભાજપને આશા છે કે આ વખતે તે અહીં સત્તામાં પ્રતિનિધિત્વ મળશે. પૂર્વોત્તરમાં કોંગ્રેસના અંતિમ ગઢ મિઝોરમાઅં પાર્ટી હેટ્રિક લગાવવા જઇ રહી છે, અથવા પછી જનતાનો સરકાર પરથી મોહભંગ થઇ ચૂક્યો છે. બસ થોડી વારમાં અમે તમને સૌથી ઝડપી અને સચોટ પરિણામ જણાવીશું. મિઝોરમમાં વિધાનસભા માટે 28 નવેમ્બરે મતદાન થયું હતું. રાજ્યમાં લગભગ 80.5 ટકા મતદાન થયું હતું.
મિઝોરમમાં મતગણતરી માટે 40 કાઉટિંગ હોલ્સ છે. અહીં 347 ટેબર પર 1400 અધિકારીઓ મતગણતરી કરશે. મતદાન માટે રાજ્યમાં 1179 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. મિઝોરમમાં વિધાનસભાની 40 સીટો છે. અહીં કોંગ્રેસ ગત વર્ષોથી સત્તામાં છે. મતગણતરી માટે વહિવટીતંત્રએ પુરી તૈયારીઓ કરી લીધી છે. સવારે 8 વાગે મતગણતરી શરૂ થઇ ગઇ છે. સૌથી પહેલાં પોસ્ટલ વોટની ગણતરી થશે.
2013ની ચૂંટણીમાં કેવો હતો સિનારો
તમને જણાવી દઇએ કે 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 34 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી જ્યારે મિઝો નેશનલ ફ્રંટના ખાતામાં 5 અને મિઝોરમ પીપુલ્સ કોંગ્રેસની ઝોલીમાં 1 સીટ આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને એમએનએફે 40-40 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. જોકે ચૂંટણીમાં એમએનએફને ભાજપનું સમર્થન પ્રાપ્ત છે. પરંતુ ભાજપ પણ 39 સીટો પર મેદાનમાં છે. મિઝોરમમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ પ્રચાર કર્યો છે.