બિહારમાં મૉબ લિન્ચિંગની 2 ઘટના: 1નું મોત 3 ગંભીર
બિહારના હાઝીપુરમાં મૉબ લૉન્ચિંગની બેવડી ઘટના થઇ છે. આ ઘટનામાં ટોળાએ લુંટારાની મારી મારીને હત્યા કરી દીધી છે તો બીજી ઘટનામાં ટોળાએ ચોરીના આરોપમાં પતિ-પત્નીને માર મારીને અઘમુવુ કરી દીધા છે. હાઝીપુરમાં એક બેંકનુ સેવાકેન્દ્ર લુંટવા પહોંચેલા બે લુંટારુઓ ગ્રામીણોનાં હાથે ઝડપાઇ ગયા હતા. ટોળાએ બંન્નેને ઢોરમાર માર્યા બાદ તેની બાઇકમાં પણ તોડફોડ કરી હતી.
નવી દિલ્હી : બિહારના હાઝીપુરમાં મૉબ લૉન્ચિંગની બેવડી ઘટના થઇ છે. આ ઘટનામાં ટોળાએ લુંટારાની મારી મારીને હત્યા કરી દીધી છે તો બીજી ઘટનામાં ટોળાએ ચોરીના આરોપમાં પતિ-પત્નીને માર મારીને અઘમુવુ કરી દીધા છે. હાઝીપુરમાં એક બેંકનુ સેવાકેન્દ્ર લુંટવા પહોંચેલા બે લુંટારુઓ ગ્રામીણોનાં હાથે ઝડપાઇ ગયા હતા. ટોળાએ બંન્નેને ઢોરમાર માર્યા બાદ તેની બાઇકમાં પણ તોડફોડ કરી હતી.
બિહારનાં નવાદામાં મોટી દુર્ઘટના, વિજળી પડવાનાં કારણે 9 લોકોનાં મોત
મીરપુર પતાડમાં બેંકઓફ ઇન્ડિયાનાં ગ્રાહક સેવા કેન્દ્રમાં બંન્ને લુંટારાઓ લુંટ કરવા માટે હથિયાર સાથે પહોંચ્યા હતા અને રોકડ લુંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હોબાળો થતા લૂંટારાઓ ભાગ્યા હતા, જો કે ગામના લોકોએ બંન્નેને પકડી લીધા અને ઢોર માર માર્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બંન્નેને કબ્જામાં લીધા અને બંન્નેને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બીજાની હાલત ગંભીર છે.
ગરીબોના'રથ' પર તરાપ નહી મારે સરકાર, સંચાલન યથાવત્ત રહેશે: રેલવે મંત્રાલયની સ્પષ્ટતા
લોકસભા સ્પીકરે વિપક્ષ સાંસદને ચોપડાવ્યું, મારા સ્ટાફને હાથ ના લગાવશો
બીજી ઘટનામાં ચોરીનાં આરોપમાં પતિ-પત્નીને ટોળાએ ઢોર માર માર્યો. સદર પોલીસ સ્ટેશન વિસ્તારનાં હરોલી મંદિરમાં પુજા દરમિયાન એક મહિલાનાં ગળામાંથી ચેન ચોરીનો હોબાળો થયો. કેટલાક લોકોએ ત્યાં હાજર એક મહિલાને પકડી લીધી તેને માર મારવાનું ચાલુ કર્યું. ઘટના સ્થળે હાજર તેનો પતિ વચ્ચે પડતા લોકોએ તેને પણ માર માર્યો હતો. ઘાયલ દંપત્તીને પોલીસે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યું છે.