મુંબઈ: મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક રેસ્ટોરામાં જબરદસ્ત અફરાતફરી મચી ગઈ. એક વ્યક્તિના શર્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અચાનક ફાટ્યો. તે સમયે લંચ ટાઈમ હતો આથી રેસ્ટોરામાં ભીડ પણ હતી. આખી ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ. ફૂટેજમાં જોઈ શકાય છે કે ભોજન કરતા સમયે વ્યક્તિના શર્ટમાં રાખેલા મોબાઈલમાં અચાનક ધુમાડો નિકળવા લાગ્યો. આ જોઈને તેણે મોબાઈલને ખિસ્સામાંથી દૂર ફેક્યો અને લોકો પણ ત્યાંથી ભાગવા લાગ્યાં.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધુમાડો એટલો વધારે હતો કે આખી રેસ્ટોરામાં ફેલાઈ ગયો હતો. ઘટનામાં વ્યક્તિ ઘાયલ પણ થયો. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ ઘટનાનો વીડિયો જારી કર્યો છે.


કાનપુરના હેલટ હોસ્પિટલમાં પણ મોબાઈલની બેટરી ફાટી
આવો જ એક મામલો કાનપુરમાં પણ જોવા મળ્યો. કાનપુરના પ્રતિષ્ઠિત હેલટ હોસ્પિટલમાં એક વ્યક્તિ ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે જ મોબાઈલમાં વિસ્ફોટ થઈ ગયો. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ આ વ્યક્તિ હોસ્પિટલમાં જ કામ કરે છે અને તેની પાસે એમઆઈમેક્સ પ્રાઈમનો ફોન હતો. રવિવારે ડ્યૂટી દરમિયાન તે વાત કરી રહ્યો હતો ત્યારે જ તેમાં વિસ્ફોટ થયો. જો કે આ વિસ્ફોટમાં વ્યક્તિનો આબાદ બચાવ થયો. તેણે જણાવ્યું કે વાત કરતા કરતા તેનો ફોન ખુબ ગરમ થઈ ગયો હતો. આ દરમિયાન બેટરીમાંથી ધુમાડો નિકળતા જોયો અને તેણે મોબાઈલ દૂર ફેંકી દીધો. થોડીવારમાં તે બ્લાસ્ટ થયો. જેના કારણે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી.