24 કલાકમાં જ જમ્મુના તમામ જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા ફરીથી બંધ
હજુ તો મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરાયે 24 કલાક પણ નહતાં થયા અને જમ્મુમાં ફરીથી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર ફરીથી રોક લગાવવામાં આવી છે.
નવી દિલ્હી: હજુ તો મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરાયે 24 કલાક પણ નહતાં થયા અને જમ્મુમાં ફરીથી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસીમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર ફરીથી રોક લગાવવામાં આવી છે. 12 દિવસ બાદ શનિવારે આ પાંચ જિલ્લાઓમાં 2જી મોબાઈલ ઈન્ટરનેટ સેવા પૂર્વવત કરવામાં આવી હતી. ઈન્ટરનેટ સેવા પૂર્વવત કર્યાના ગણતરીના કલાકો બાદ જ પ્રશાસનને એવી માહિતી મળી કે રાજૌરી અને આસપારના વિસ્તારોમાં દેશ વિરોધી સંદેશાઓ વાઈરલ કરાઈ રહ્યાં છે. સ્થિતિને કાબુમાં રાખવા માટે પ્રશાસને ફરીથી એકવાર સમગ્ર જમ્મુમાં ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દેવાનો નિર્ણય લીધો છે. જો કે લેન્ડ લાઈન સેવા હજુ ચાલુ છે. મળતી માહિતી મુજબ કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ પણ થઈ છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહનું મહત્વનું નિવેદન, 'પાકિસ્તાન સાથે હવે ફક્ત PoK પર વાતચીત થશે'
હાલ પ્રદેશમાં સુરક્ષામાં કોઈ કમી કરાઈ નથી. સુરક્ષાદળોની હાજરી જેમની તેમ છે. જો કે પ્રશાસને અવરજવર પર લાગેલી રોકને અલગ અલગ વિસ્તારોમાં આંશિક અને પૂર્ણ રીતે હટાવવાનો નિર્ણય લીધો છે. હાલ લો સ્પીડ ઈન્ટરનેટને 35 પોલીસ સ્ટેશન હદમાં લાગુ કરાયું છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટને લઈને પ્રશાસન પછીથી નિર્ણય લેશે. લોકોને મુશ્કેલી ન પડે એટલે શ્રીનગરમાં પ્રશાસને ઘરો સુધી LPG સિલિન્ડર પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.
જુઓ LIVE TV