નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં કેન્દ્રીય કેબનેટની એક મહત્વની બેઠક શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં કેન્દ્ર સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની મદદ માટે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. બેઠકમાં મોદી સરકાર ચૂંટણી પહેલા નાના અને મધ્યમ વેપારીઓને મોટી ભેટ આપી શકે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળ ભારતીય આયાત નિકાસ બેંક (એક્ઝિમ બેંક)માં વધુ મૂડી રોકવા પર વિચાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થઈ રહેલી આ બેઠકમાં એક્ઝિમ બેંકને વધારાની મૂડી આપવા સહિત અનેક મુદ્દાઓ પર વિચાર થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી બે વર્ષોમાં સરકાર એક્ઝિમ બેંકને વધારાના 6 હજાર કરોડ રૂપિયા આપી શકે છે. સરકારે ગત નાણાકીય વર્ષમાં પણ 500 કરોડ રૂપિયા એક્ઝિમ બેંકને આપ્યાં હતાં. 


આ ઉપરાંત આ બેઠકમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના નુમાલીગઢ રિફાઈનરીના વિસ્તરણ ઉપર પણ નિર્ણય લેવાઈ શકે છે. એવું મનાય છે કે સરકાર આ રિફાઈનરીની ક્ષમતા 6થી 8 મિલિયન ટન સુધી વધારી શકે છે. આ સાથે જ આજે થનારી બેઠકમાં ઉત્તર પૂર્વમાં બોટલિંગ પ્લાન્ટ લગાવવા ઉપર પણ નિર્ણય લેવાઈ શકે છે. 


PM મોદીની 'નમો એપ' પર થઈ રહ્યો છે મોટો સર્વે, મહાગઠબંધન અંગે પૂછાયો ખુબ મહત્વનો સવાલ


મોદી સરકારે આપી નિકાસકારોને આપી રાહત, 600  કરોડ રૂપિયાની વ્યાજ સબસિડીને મંજૂરી
આ અગાઉ 2 જાન્યુઆરીના રોજ આર્થિક મામલાઓ પર કેબિનેટની બેઠકમાં મોદી સરકારે નિકાસકારોને રાહત આપી હતી. મોદી કેબિનેટે 3 ટકા વ્યાજ સબસિડીની જોગવાઈને મંજૂરી આપી હતી. આર્થિક મામલાઓ પર કેબિનેટ સમિતિ (સીસીઈએ) દ્વારા લેવાયેલા આ નિર્ણય અંગે જણાવતા કાયદા અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે નિકાસકારોને માલ મોકલતા પહેલા અને માલ મોકલ્યા બાદ બેંક લોન પર 3 ટકાની વ્યાજ સબસિડી મળશે જેનાથી તેમને તરલતા વધશે અને વૈશ્વિક બજારોમાં તેઓ વધુ પ્રતિસ્પર્ધી થઈ શકશે. તેમણે કહ્યું હતું કે આ પ્રસ્તાવથી નિકાસકારોને વ્યાજ સબસિડી પર લગભગ 600 કરોડ રૂપિયાનો લાભ થશે. 


દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...