semiconductor Plant In Dholera : કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ ગુજરાતમાં એક વિદેશી કંપનીના રોકાણ અને સબસીડીને લઈને સળગતા સવાલો કર્યાં છે. તેમણે શુક્રવારે સવાલ ઉઠાવ્યો કે, ભારતને અમેરિકાની સેમીકંડક્ટર કંપની માઈક્રોન ટેકનોલોજીના ઈન્વેસ્ટમેન્ટની જરૂર છે, જે ગુજરાતમાં 2.5 બિલિયન ડોલર યુનિટનું રોકાણ કરી રહી છે. આ કંપની ગુજરાતમાં દરેક નોકરી માટે 3.2 કરોડ રૂપિયા સરકાર પાસેથી સબસીડી લઈ રહી છે. કર્ણાટકમાં પાર્ટીના કાર્યકર્તાઓને એક ટેલિવિઝન લાઈવ સંબોધનમાં કંપનીનું નામ લઈને તેઓએ આ સવાલ કર્યા હતા. જોકે, એક દિવસ બાદ તેમણે રાજ્યના મામલે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓને પૂછ્યું, આટલું બજેટ આપવું કેટલું યોગ્ય
કુમાર સ્વામી મોદી સરકાર 3.0 માં મંત્રી બન્યા બાદ શુક્રવારે બેંગલુરુ પરત ફર્યા હતા. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટથી લગભગ 5 હજાર નોકરીઓ પેદા થશે. તેના માટે આપણે 2 બિલિયન ડોલરની સબસીડી આપી રહ્યાં છીએ. જો તમે ગણતરી કરો, તો આ રકમ કંપનીના કુલ ઈન્વેસ્ટમેન્ટના 70 ટકા થાય છે. 


કુમાર સ્વામીએ અધિકારીઓને સવાલ કર્યો કે, આટલું મોટું બજેટ આપવું કેટલું યોગ્ય કહેવાય. તેમણે આગળ કહ્યું કે, બીજી તરફ નાના ઉદ્યોગ છે. ઉદાહરણ તરીકે, પીનેયા (બેંગલુરુમાં એક ઔદ્યોગિક ક્ષેત્ર) માં નાનો ઉદ્યોગ છે. તેઓએ કેટલા લાખ નોકરી પેદા કરી છે. તેમને શું ફાયદો મળ્યો. હું આ વિશે વિચારી રહ્યો છું કે, દેશના ધનની રક્ષા કેવી રીતે કરું. 


ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાત


બીજા દિવસે ટ્વિટ કરીને કરી સ્પષ્ટતા 
કુમાર સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે, સેમિકન્ડક્ટર એક વ્યૂહાત્મક ઉદ્યોગ છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે તે મૂળભૂત જરૂરિયાત છે. આ બંને ક્ષેત્રો ઘણી રોજગારી પેદા કરે છે. દ્વારા લેવામાં આવેલી સેમિકન્ડક્ટર સંબંધિત પહેલની હું ખૂબ પ્રશંસા કરું છું @PMOIndia અને મારા મંત્રાલય દ્વારા તેમને પરિપૂર્ણ કરવા માટે કામ કરીશ.


યુવાઓને રોજગાર આપવા પર ફોકસ
પીએમ મોદી દ્વારા તેમને ઉદ્યોગ મંત્રાલય સોંપવા પર આભાર માનતા કુમાર સ્વામીએ કહ્યું કે, તેઓ દેશના યુવાઓ માટે રોજગારની તક પેદા કરવા પર ધ્યાન આપશે. હું રાજ્યની બહાર નોકરીની તકોની સુવિધા પ્રદાન કરી શકું છું. તેના માટે તમારે બીજા રાજ્યમાં જવા માટે તૈયાર રહેવું પડશે. કર્ણાટનકા પૂર્વ મુખ્યમંત્રી, જેઓ પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે તેમણે કહ્યું કે, તેમને સિસ્ટમને સમજવા માટે લગભગ 15 દિવસની આવશ્યતા રહેશે. 


ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ


ગેરેન્ટી યોજના માટે કોંગ્રેસ પર નિશાન
કુમાર સ્વામીએ કર્ણાટકમાં કોંગ્રેસની ગેરેન્ટી યોજનાઓની આલોચના કરતા કહ્યું કે, અમે લોકો મફતની ચીજો પર નિર્ભર બનાવવા કરતા રોજગાર પ્રદાન કરીને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ રાખે છે. પીએમ મોદીએ તેમને અને જેડીએસને સન્માન આપ્યું છે. જ્યારે કે કોંગ્રેસે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો છે. કોંગ્રેસે અમને રાજકીય રીતે નાબૂદ કરવાનો પ્રયાસ કર્ય હતો. 


સિક્કીમમાં વાદળ ફાટતા ગુજરાતનો રાણા પરિવાર ફસાયો, બે દિવસથી કોઈ સંપર્ક નથી