નવા વર્ષે મોદી સરકારે કેન્દ્રના હજારો સરકારી અધિકારીઓને આપી મોટી ગિફ્ટ
મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી મોટી જાહેરાતથી અનેક સરકારી અધિકારીઓને મોટી રાહત મળશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગલવારે સરકાર તરફથી એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, વિવિધ સ્તર પર કામ કરતા લગભગ ચાર હજાર જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપતા કેન્દ્ર સરકાર દ્વારા તેમને બઢતી આપવામાં આવી છે.
પર્સોનેલ રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, 'આમાંથી મોટાભાગના કર્મચારીઓની બઢતી 10થી 15 વર્ષ કરતાં પણ વધુ સમયથી કેસ અથવા તો અન્ય કારણોને લીધે પડતર હતી. જ્યાં સુધી શક્ય થઈ શકે, બેકલોગ દૂર કરવા માટે આ નિર્ણય લેવાયો છે.'
જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, 'આ કર્મચારીઓ માટે આ નવા વર્ષની ભેટ છે. હું જ્યારથી 2014માં કર્મચારી વિભાગમાં આવ્યો છું ત્યારથી મને આ વાતનું દુખ થતું હતું કે દર મહિને ડઝનબદ્ધ સરકારી અધિકારીઓને વર્ષોથી કોઈ પણ પ્રગારની બઢતી વગર નિવૃત્ત થઈ રહ્યા છે.'
2019ની ચૂંટણીનો મુદ્દો જનતા નક્કી કરશે, સર્જિકલ સ્ટ્રાઈક સૌથી મોટી ચિંતા હતી
3991 અધિકારીઓને અપાઈ બઢતી
એક આધિકારીક નિવેદન અનુસાર 3991 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. તેમાંથી 1756 અધિકારી કેન્દ્રીય સચિવાલય સેવાના છે, જ્યારે 2235 કેન્દ્રીય સચિવાલય સ્ટેનોગ્રાફર સેવાના છે.
મંત્રીએ જણાવ્યું કે, સેક્શન અધિકારીના 584 અન્ય અધિકારીઓ પહેલાથી જ બઢતીની પ્રક્રિયામાં છે અને આગામી દિવસોમાં તેમના સંદર્ભમાં પણ આદેશ બહાર પાડવામાં આવશે.