નવી દિલ્હી: અયોધ્યા વિવાદ પર કેન્દ્રની મોદી સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં મોદી સરકારે કહ્યું કે 67 એકર જમીન સરકારના હસ્તગતની હતી. તેના પર સુપ્રીમ કોર્ટે પરિસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. સરકારનું કહેવું છે કે જમીન વિવાદ માત્ર 2.77 એકરનો છે, પરંતુ બાકીની જમીન પર કોઇ વિવાદ નથી. એટલા માટે તેના પરથી યથાસ્થિતિ જાળવી રાખવાની જરૂરીયાત નથી. સરકાર ઇચ્છે છે કે જમીનનો કેટલોક ભાગ રામ જન્મભૂમિ ટ્રસ્ટને આપવામાં આવે અને સુપ્રીમ કોર્ટ પાસે તેની મજૂરી માગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: 'પરીક્ષા પે ચર્ચા' : પીએમ મોદીની વિદ્યાર્થીઓને સોનેરી સલાહ, તમારી ક્ષમતા ઓળખો


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટે 31 માર્ચ, 2003થી યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશમાં ફેરફાર કરે અથવા તેને પાછો ખેચી લેવાની માગ કરી છે. કેન્દ્ર સરકારે SCમાં અરજી દાખલ કરી છે કે અયોધ્યાની વિવાદિત જમીનના મૂળ માલિકોને પાછી આપવાની પરવાનગી માગી છે. જેમાં 67 એકર જમીનનું હસ્તગત કરવામાં આવી હતી. જેમાં લગભગ 2.77 એકર વિવાદીત રામ જન્મભૂમી-બાબરી મસ્જિદ ભૂમીને હસ્તગત કરવામાં આવી છે.


વધુમાં વાંચો: ‘પરીક્ષા પે ચર્ચા’: વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીનો લાઇવ સંવાદ


કેન્દ્રનું કહેવું છે કે રામ જન્મભૂમિ ટ્રસ્ટથી 1993માં જે 42 એકર જમીન હસ્તગત કરવામાં આવી હતી, સરકાર તેના મૂળ માલિકોને પરત કરવા ઇચ્છે છે. કેન્દ્રએ કહ્યું કે અયોધ્યા જનમી હસ્તગત કાયદા 1993ની સામે મુસ્લિમ પક્ષે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી, જેમાં તેમણે માત્ર 0.313 એકર જમીન પર તેમનો હક જણાવ્યો છે. બાકી જમીન પર મુસ્લિમ પક્ષે કોઇ દાવો કર્યો નથી.


વધુમાં વાંચો: દિવાલ પર સોનિયા ગાંધીની તસવીર જોઈને ભડક્યા હતા જ્યોર્જ ફર્નાન્ડીઝ


અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઇસ્માઇલ ફારૂકી નામના કેસના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકાર સિવિલ સૂટ પર અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણય બાદ વિવાદિત ભૂમીની આસપાસની 67 એકર જમીન હસ્તગત કરવા પર વિચાર કરી શકે છે. કેન્દ્રનું કહેવું છે કે અલ્હાબાદ હાઇકોર્ટે નિર્ણય આપ્યો છે અને તેની સામે અપીલ સુપ્રીમ કોર્ટ સમક્ષ બાકી છે. બિન લક્ષ્ય હેતુના કેન્દ્ર દ્વારા વધારાની જમીનને તેમના નિયંત્રણમાં રાખવામાં આવશે અને મૂળ માલિકોને વધારાની જમીન પરત કરવાનું યોગ્ય રહેશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...