'પરીક્ષા પે ચર્ચા' : પીએમ મોદીની વિદ્યાર્થીઓને સોનેરી સલાહ, તમારી ક્ષમતા ઓળખો
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં પીએમ મોદીએ સાયન્સ અંગે પુછાયેલા સવાલનો ઉંડાણતી જવાબ આપ્યો હતો. એમણએ કહ્યું કે, સાયન્સ મેથ્સ મહત્વના છે પરંતુ અન્ય વિષયોનું મહત્વ પણ ઓછું નથી. પરંતુ મહત્વની વાત એ છે કે ગ્રેજ્યુએશનના કારખાનામાં જવાને બદલે વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતા ઓળખીને વિષય પસંદ કરવો જોઇએ.
Trending Photos
નવી દિલ્હી : પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં પીએમ મોદીએ સાયન્સ અંગે પુછાયેલા સવાલનો ઉંડાણતી જવાબ આપ્યો હતો. એમણએ કહ્યું કે, સાયન્સ મેથ્સ મહત્વના છે પરંતુ અન્ય વિષયોનું મહત્વ પણ ઓછું નથી. પરંતુ મહત્વની વાત એ છે કે ગ્રેજ્યુએશનના કારખાનામાં જવાને બદલે વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતા ઓળખીને વિષય પસંદ કરવો જોઇએ. (પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ, લાઇવ કવરેજ)
દિલ્હી ખાતે આયોજિત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે લાઇવ સંવાદ કર્યો, અનેક સવાલોના જવાબ આપ્યા. કયા વિષયમાં કઇ સ્ટ્રીમમાં કેરિયર બનાવવી? અંગે પુછાયેલા સવાલનો જવાબ આપતાં પીએમ મોદીએ કહ્યું કે, સાયન્સ મેથ્સનું પોતાનું મહત્વ છે પરંતુ અન્ય વિષયોનું પણ એટલું જ મહત્વ છે. સાયન્સ અને મેથ્સનું મહત્વ હોવા છતાં એ બાજુ જરૂરી સંખ્યા નથી એ પણ એ ચિંતાનો વિષય છે. કેટલાક લોકો એવા છે કે જે ગ્રેજ્યુએશનના કારખાનામાં જશે અને બહાર આવશે. મારી અપીલ છે કે દબાવમાં આવીને કોઇ નિર્ણય ન લેતાં. તમારી ક્ષમતાને ઓળખો અને કારકિર્દી બનાવો.
આ પણ વાંચો : એ માતા પિતા નિષ્ફળ છે કે જે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે