નવી દિલ્હી : સંસદ ભવન (Parliament House) ને નવું સ્વરૂપ આપવા અથવા તેના નવું ભવન (new building) બનાવવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. હાલનાં દિવસોમાં લોકસભા અધ્યભ ઓમ બિરલાએ (Lok Sabha speaker Om Birla) પણ નવા ભવનની વાત કરી હતી. હાલમાં જ રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડુ (Venkaiah Naidu)એ પણ તેને જરૂરી વાત ગણાવી હતી. આ અગાઉ પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને (Sumitra Mahajan) પણ આ વાત ઉઠાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp, Facebook અને twitter માટે ફરજીયાત થશે આધાર? સુપ્રીમમાં સુનાવણી
અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા સંસદ ભવન (Parliament House) નું ઉદ્ધાટન 1927માં થયું હતું. સંસદ ભવનનું નિર્માણ તત્કાલીન સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતુ. આ કારણે હાલનાં સમયમાં સંસદ ભવનની કુલિંગ સિસ્ટમ (Cooling System), હાલનો શેપ અને સ્થળ પુરતા નથી. આ જ કારણ છે કે મોદી સરકાર (Modi Government)  સંસદ ભવનનું રિનોવેશન કરાવવા જઇ રહી છે. સુત્રો અનુસાર સાંસ્કૃતિક વારસો (cultural heritage)  ને બચાવીને સંસદ ભવનનું પુન:નિર્માણ (restructure) કરવામાં આવશે.


મંદી વચ્ચે મોદી સરકાર માટે ખુશખબરી, ઔદ્યોગિક ઉત્પાદન દરમાં વધારો
PoK અંગે સરકારે નિર્ણય લેવાનો છે, સેના દરેક કાર્યવાહી માટે તૈયાર: સૈન્ય પ્રમુખ
સુત્રો અનુસાર આઝાદીનાં 75માં વર્ષગાંઠ એટલે કે 2022માં પાર્લામેન્ટ  (Parliament) ને નવુ સ્વરૂપ આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તે નવા ભવન તરૂકે થશે કે હાલનાં ભવનને જ નવુ સ્વરૂપ આપવામાં આવશે તે અંગે નિર્ણય લેવાવાનો હજી સુધી બાકી છે. પરંતુ તે નક્કી કરવામાં આવ્યું છે કે, 2022માં સંસદનું મોનસુન સત્ર (Monsoon session) સંસદનાં નવા સ્વરૂપમાં જ આયોજીત થશે.
કુલભૂષણ જાધવ મુદ્દે ભારત ફરી ICJ માં જશે, વિદેશ મંત્રાલયનો આવો છે પ્લાન
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કેન્દ્રની મોદી સરકારે (Modi Government) RFP એટલે કે રિકવેસ્ટ ફોર પ્રપોઝલ ઇશ્યું કરી દીધું છે. તેના દ્વારા સંભવિત બિડર (આર્કિટેક્ટ અથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની) ને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. જો કે હવે કઇ કંપની ડિઝાઇન કરવા માટે સામે આવે છે તે જોવું રહ્યું.
EDએ ચિદમ્બરમની ઝાટકણી કાઢી: રિમાન્ડ ક્યારે લેવા તે અમે નક્કી કરીશું આરોપી નહી!
મળતી માહિતી અનુસાર 2 સપ્ટેમ્બરે એક આરએફપી ફ્લોટ કરવામાં આવ્યું હતું. જેથી કોઇ પણ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ડિઝાઇન (Design) તૈયાર કરીને આપે. મળતી માહિતી અનુસાર પાર્લામેન્ટનાં પુનનિર્માણ કરવામાં આવે અથવા તેની બાજુમાં નવુ પાર્લામેન્ટ હાઉસ બનાવવામાં આવે તે તમામ વિકલ્પો પર કંપની સલાહ આપશે.