EDએ ચિદમ્બરમની ઝાટકણી કાઢી: રિમાન્ડ ક્યારે લેવા તે અમે નક્કી કરીશું આરોપી નહી!
INX મીડિયા હેરાફેરી મુદ્દે ઇડી સામે સરેન્ડરની માંગ કરનારા ચિદમ્બરમની અરજી અંગે ઇડીના વકીલે કહ્યું કે, આ તો માથે પડવા જેવી વાત છે
Trending Photos
નવી દિલ્હી : INX મીડિયા હેરાફેરી (INX Media Case) મુદ્દે ઇડી સામે સરેન્ડર કરવાની માંગ કરનારી પી.ચિદમ્બરમની (P Chidambaram) અરજી અંગે એજન્સીએ ગુરૂવારે રોઝએવન્યુ કોર્ટે જણાવ્યું કે તેઓ હાલ કોંગ્રસ નેતાને રિમાન્ડમાં લઇને પુછપરછ કરવા નથી માંગતી. તપાસ એજન્સીઓએ કહ્યું કે, તે આરોપી નક્કી ન કરી શકે તે તપાસ એજન્સી તેને ક્યારે કસ્ટડીમાં લેશે અને ક્યારે તપાસ આગળ વધારશે.હાલ પી.ચિદમ્બરમની અરજી પર રોઉજ એવન્યુ કોર્ટે શુક્રવારે (13 સપ્ટેમ્બર) માટે આદેશ સુરક્ષીત રાખ્યો છે. કોર્ટ શુક્રવારે ચુકાદો આપશે કે ઇડીની સામે ચિદમ્બરમ સરેન્ડર કરી શકે છે કે કેમ ?
કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, 370 મુદ્દે અમે દેશની સાથે છીએ: જમીયત-એ-ઉલેમા હિન્દ
CBI કેસની પણ સુનવણી
આ જ પ્રકારે INX મીડિયા ગોટાળા અંગેના સીબીઆઇ કેસમાં પણ ગુરૂવારે કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમની અરજી અંગે ગુરૂવારે દિલ્હી હાઇકોર્ટમાં સુનવણી થઇ. પી.ચિદમ્બરની નિયમિત જામી અરજી અંગે દિલ્હી હાઇકોર્ટે સીબીઆઇને નોટિસ ઇશ્યું કરીને જવાબ માંગ્યો છે. ચિદમ્બરમની અરજી અંગે આગામી સુનવણી 23 સપ્ટેમ્બરના રોજ થવાની છે. જ્યારે ન્યાયીક કસ્ટડીને પડકારનારી બીજી અરજી ચિદમ્બરમે પરત લીધી હતી.
MPમાં હેરાન પરેશાન લોકોએ દેડકા-દેડકીના છૂટાછેડા કરાવી દીધા, કારણ જાણી ચોંકી જશો
અત્રે ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમે હાઇકોર્ટમાં નિયમીત જામીન દાખલ કર્યા છે. રોઉજ એવન્યુ કોર્ટે ચિદમ્બરને 14 દિવસની ન્યાયીક હિરાસતમાં તિહાડ જેલ ખાતે મોકલી આપ્યા છે. ચિદમ્બરમની કસ્ટડી 19 સપ્ટેમ્બરે પુર્ણ થઇ રહી છે. આ અગાઉ સીબીઆઇ રિમાન્ડને પડકારનાર અરજી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે