નવી દિલ્હી: સંગઠિત ક્ષેત્રના શ્રમિક વર્ગ (Labour) ના હિતોની સુરક્ષા માટે સરકાર એક રાષ્ટ્ર એક વેતન દિવસ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે(Santosh Gangwar) શુક્રવારે આ વાત કરી. ગંગવાર અહીં સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઈવેટ સિક્યુરિટી ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત સિક્યુરિટી લીડરશીપ સમિટ-2019ને સંબોધન કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે દેશભરમાં દર મહિને તમામ લોકોને એક જ દિવસે વેતન મળવું જોઈએ. જેથી કરીને લોકોને સમયસર વેતનની ચૂકવણી થઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ને બહુ જલદી આ વિધેયક પાસ થાય તેવી આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનો હુંકાર, 'અમારી પાર્ટી વગર કોઈ સરકાર બની શકશે નહીં'


કેન્દ્રીય શ્રમ મંત્રી(Labour Minister)એ કહ્યું કે એ જ રીતે અમે વિભિન્ન ક્ષેત્રોમાં સાર્વભૌમિક ન્યૂનતમ વેતન લાગુ કરવા ઉપર પણ વિચાર કરી રહ્યાં છીએ. જેનાથી શ્રિકોનું આજીવિકા સ્તર સારું થઈ શકે. કેન્દ્ર સરકાર વેતન સંહિતા અને વ્યવસાયિક સુરક્ષા, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ(OSH) સંહિતાને લાગુ કરવાની દિશામાં કામ કરી રહી છે. સંસદથી કોડ ઓન વેજીસને મંજૂરી મળી ગઈ છે અને હવે તેના નિયમો પર કામ ચાલુ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube