ઝી બ્યુરો/નવી દિલ્હી: માલદીવ સાથે વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે માલદીવને કાયમી સબક શિખવાડવાની તૈયારી કરી છે. આ માટે લક્ષદ્વીપના વિકાસ માટે મોટો નિર્ણય લેવાયો છે. પર્યટનના વિકાસ માટે માલદીવમાં એરપોર્ટ બનાવવામાં આવશે. આ એરપોર્ટ લક્ષદ્વીપમાં ભારત માટે વ્યુહાત્મક રીતે પણ અગત્યનું હશે, ત્યારે શું છે લક્ષદ્વીપ માટે સરકારનો પ્લાન. ભારત સાથે સંબંધ બગાડીને ચીનના ખોળામાં બેસી ચૂકેલા માલદીવને સીધું દોર કરવું હવે જરૂરી બન્યું છે. લક્ષદ્વિપમાં સુવિધાઓ વધારીને પર્યટનને વેગ આપીને જ માલદીવને જવાબ આપી શકાય તેમ છે, ત્યારે કેન્દ્ર સરકારે આ દિશામાં એક મોટો નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજીવ ભટ્ટને મોટો ઝટકો; આજીવન જેલમાં રહેવું પડશે! નીચલી કોર્ટનો નિર્ણય HCમાં માન્ય


 કેન્દ્ર સરકાર લક્ષદ્વીપના મિનિકોય ટાપુ પર નવું એરપોર્ટ બનાવશે. આ એક ડ્યુઆલ પર્પઝ એરપોર્ટ હશે. એટલે કે અહીંથી કોમર્શિયલ વિમાનો ઉપરાંત વાયુસેનાના ફાઈટર જેટ્સ અને મિલિટ્રી એરક્રાફ્ટનું પણ સંચાલન થશે. નવા એરપોર્ટ અને એરફીલ્ડનું સંચાલન ભારતીય વાયુસેના કરશે. એટલે કે એરપોર્ટનો ઉપયોગ પર્યટકો પણ કરી શકશે અને સેના પણ. અગાઉ મિનિકોયમાં સેના માટે એરફીલ્ડ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. જો કે હવે આ એરફિલ્ડની જગ્યાએ ડ્યુઅલ પર્પઝ એરપોર્ટ તૈયાર કરાશે. 


Vibrant Gujarat: 2 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા ટ્રેડ શોમાં શું છે તમારા માટે ખાસ?


મિનિકોય ટાપુ પર નવું એરફીલ્ડ તૈયાર થતાં તેનો પર્યટનની સાથે વ્યૂહાત્મક લાભ પણ થશે. ભારત અહીંથી અરબ સાગર અને હિંદ મહાસાગર પર ચારેય તરફથી નજર રાખી શકશે. સાથે જ સમુદ્રી લૂટારાઓેને પણ  રોકી શકાશે. સૌથી મોટી વાત એ છે કે આ એરફીલ્ડથી હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓને રોકી શકાશે. હાલ લક્ષદ્વીપમાં એક જ એરસ્ટ્રીપ છે. અગાતી ટાપુ પર આવેલી આ એરસ્ટ્રીપ પર દરેક પ્રકારના વિમાન ઉતરી નથી શકતા. જો કે હવે આ પડકાર પણ દૂર થઈ જશે. 


વેપારના વિશ્વમહાકુંભે કેવી રીતે વધારી ગુજરાતની શાન? જાણો રોકાણ કરવા કોણ કોણ છે આતુર


લક્ષદ્વીપના કવરત્તી ટાપુ પર નેવીનું બેઝ છે, અહીં INS દ્વીપરક્ષક તૈનાત છે. હવે અહીં વાયુસેનાનો બેઝ બનાવવાની પણ તૈયારી થઈ રહી છે. નવા એરપોર્ટની સાથે જ લક્ષદ્વીપમાં પ્રવાસનને વેગ મળશે. દેશદુનિયાના પર્યટકો ઓછા સમયમાં સીધા લક્ષદ્વીપ પહોંચી શકશે. જેના કારણે પ્રવાસીઓ માલદીવની જગ્યાએ લક્ષદ્વીપ આવતા થશે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ પોતાની લક્ષદ્વીપની ટ્રીપનો વીડિયો શેર કર્યો હતો, ત્યારબાદ ગૂગલ સર્ચમાં લક્ષદ્વીપ ટ્રેન્ડિંગમાં છે. પર્યટકો માલદીવની ટ્રીપ રદ કરાવીને લક્ષદ્વીપનો પ્રવાસ ખેડવાનું આયોજન કરી રહ્યા છે..


ભલે પધાર્યા! UAEના રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત, PHOTOs માં નિહાળો રોડ શૉના દ્રશ્યો


આ દરમિયાન પર્યટકો અને લક્ષદ્વીપના સ્થાનિકો માટે સારી વાત એ છે કે અહીં ઈન્ટરનેટની સ્પીડ પણ વધી ગઈ છે. પ્રધાનમંત્રીએ સબમરીન ઓપ્ટિકલ ફાયબર કનેક્શન પરિયોજનાનું લોકાર્પણ કરતા લક્ષદ્વીપમાં ઈન્ટરનેટની સ્પીડ 100 ગણી વધી છે. આ બાબત પર્યટન વધારવા ચાલકબળનું કામ કરશે. પાયાની સુવિધાઓ વધતા લક્ષદ્વીપમાં પર્યટનને વેગ મળશે. ટૂંક સમયમાં જ લક્ષદ્વીપ પર્યટકો માટે માલદીવનું સ્થાન લેવા જઈ રહ્યું છે. પર્યટનને ફટકો પડતાં માલદીવના સત્તાધીશો આપોઆપ સીધા દોર થશે.


એલર્ટ રહેજો! ગુજરાતમાં આવી રહી છે મેઘસવારી; આગામી 24 કલાકમાં આ જિલ્લાઓ પર તૂટી પડશે