ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024; કેવી રીતે તમે ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લઈ શકો? અહીં શું છે તમારા માટે ખાસ

Vibrant Gujarat Global Trade Show: ગાંધીનગરમાં 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આત્મનિર્ભર ભારતને બળ આપતા આ ટ્રેડ શોમાં તમારા માટે શું ખાસ છે એ પણ જાણવું જરૂરી છે. તો, જાણો કેવી રીતે તમે ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લઈ શકો અને અહીં શું છે તમારા માટે ખાસ.

ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024; કેવી રીતે તમે ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લઈ શકો? અહીં શું છે તમારા માટે ખાસ

Vibrant Gujarat Global Trade Show: હવે વાત, વાઈબ્રન્ટ ગુજરાત સમિટના મુખ્ય આકર્ષણ ગ્લોબલ ટ્રેડ શોની...ગાંધીનગરમાં 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લોબલ ટ્રેડ શોની મેક ઈન ગુજરાત થીમ સશક્ત ગુજરાતની પરિભાષા રજૂ કરે છે. આત્મનિર્ભર ભારતને બળ આપતા આ ટ્રેડ શોમાં તમારા માટે શું ખાસ છે એ પણ જાણવું જરૂરી છે. તો, જાણો કેવી રીતે તમે ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લઈ શકો અને અહીં શું છે તમારા માટે ખાસ.

ગાંધીનગરમાં વિશ્વના સૌથી મોટા ટ્રેડ શોનું ઉદ્ઘાટન
આત્મનિર્ભર ગુજરાત અને સશક્ત ભારતની વ્યાખ્યા રજૂ કરતા દ્રશ્યો અહીં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વિશ્વના સૌથી મોટા ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું, એ ગ્લોબલ ટ્રેડ શો જે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને જેમાં મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિત 13 વિવિધ થીમ નક્કી કરવામાં આવી છે.

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો સ્ટોલ
ડિફેન્સની કેટેગરીમાં ભારતની શક્તિ કંઈક આ પ્રકારે આ ટ્રેડ શોમાં રજૂ કરવામાં આવી છે. C 295 પ્લેન હોય કે પછી મારુતિ સુઝુકી નિર્મિત ડ્રોન અથવા તો ફાઈટર પ્લેનનો ડેમો હોય તમામ આ ટ્રેડ શોમાં દર્શાવવામાં આવ્યું છે. ટ્રેડ શોમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીનો સ્ટોલ પણ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં બાળકોને PM મોદી સાથે દર્શાવવામાં આવ્યા છે.

— Vibrant Gujarat (@VibrantGujarat) January 9, 2024

ગુજરાતમાં બનતી હસ્તકલાની વસ્તુઓની પ્રદર્શની
એટલું જ નહીં આત્મનિર્ભર ગુજરાતની થીમ પર ગુજરાતમાં બનતી હસ્તકલાની વસ્તુઓની પણ પ્રદર્શની છે. ઓટો મોબાઈલ કેટેગરીમાં મારુતિ સુઝુકીની કારનો પણ સ્ટોલ છે. ઈલેક્ટ્રીક વ્હિકલનો આ સ્ટોર પણ લોકોનું આકર્ષણ જમાવશે. કેમ કે, આ સ્ટોલમાં ફીટ ઈન્ડિયા મુમેન્ટને બળ આપવામાં આવ્યું છે.. આ વાહનોની ખાસિયત એ છેકે, આ ફોલ્ડેબલ છે એટલે કે, તમે ગમે ત્યારે પેક કરી શકો છો અથવા તો શરૂ પણ કરી શકો છો.. 

ઈલેક્ટ્રિક વાહન ટેકનોલોજીમાં પ્રગતિ દર્શાવતા ડિસ્પ્લે
આ પ્રદર્શનમાં ઈલેક્ટ્રિક વાહન ટેકનોલોજીમાં પ્રગતિ દર્શાવતા ડિસ્પ્લે છે. વિવિધ ઈવી મોડલ્સનું તુલનાત્મક વિશ્લેષણ અને તેમની પર્યાવરણીય અસર દર્શાવતા આ ડોમમાં મુલાકાતીઓ પરિવહન માટે હાઇડ્રોજન ઇંધણના ફાયદાઓ જાણી શકે છે. આ ગ્લોબલ ટ્રેડ શો તા.10-11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝટર્સ માટે જ્યારે તા. 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. 

મહત્વની વાત એ છેકે, પ્રધાનમંત્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરવા અંદાજે 450 એમએસએમઈ એકમો સહભાગી થ‌ઈ રહ્યા છે.. જેમાં મહિલા સશક્તિકરણ, એમએસએમઈ વિકાસ, નવી ટેકનોલોજી, ગ્રીન અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટકાઉ ઊર્જા વગેરે પર આ પ્રદર્શનમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news