નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારે પોતાના તમામ વિભાગોમાં નોકરીમાં 30 વર્ષ પુરી કરી ચૂકેલા કર્મચારીઓની સેવાના રેકોર્ડની સમીક્ષા કરવા અક્ષમ અને ભ્રષ્ટ કર્મીઓને ચિન્હિત કરવા અને તેમને જનહિતમાં સમય પહેલાં નિવૃત કરવા માટે કહ્યું છે. કાર્મિક મંત્રાલયના એક આદેશમાં આ કહેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર પાસે સમય પહેલાં નિવૃતિ આપવાનો અધિકાર
કેન્દ્રી સિવિલ સેવા (પેન્શન) નિયમ ,1972ના મૌલિક નિયમ (એફઅઅર) 56 (જે) અને 56 (આઇ) અને નિયમ 48 (1) (બી) હેઠળ કર્મચારીઓના કાર્ય પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવે છે. આ નિયમ યોગ્ય સત્તા શાસનને કોઇ સરકારી કર્મચારીને જનહિતમાં જરૂરી લાગતાં નિવૃત કરવાનો 'સંપૂર્ણ અધિકાર' આપે છે.


અનિવાર્ય નિવૃતથી અલગ છે આ નિવૃતિ
શુક્રવારે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું 'સ્પષ્ટ છે કે આ નિયમો હેઠળ સરકારી કર્મચારીઓને સમય પહેલાં નિવૃત કરવા સજા નથી. આ 'અનિવાર્ય નિવૃતિ'થી અલગ છે જે કેન્દ્રીય સિવિલ સેવા (વર્ગીકરણ અને અપીલ) નિયમ, 1965 હેઠળ હેઠળ નિર્દિષ્ટ શાસ્તિઓ અથવા સજાઓમાંથી એક છે.'


આદેશ અનુસાર સરકાર કોઇ સરકારી કર્મચારીની ઉંમર 50-55 વર્ષ થતાં અથવા 30 વર્ષની સેવા પુરી થયા બાદ  કોઇપણ સમય જનહિત્માં તે સમય પહેલાં નિવૃત કરી શકે છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube