સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય
ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રી કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન વચ્ચે સરકારનાં નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાને ટાળી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે, માર્ચ મહિનામાં કેબિનેટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો.
નવી દિલ્હી : ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રી કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન વચ્ચે સરકારનાં નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાને ટાળી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે, માર્ચ મહિનામાં કેબિનેટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો.
મોટા ષડયંત્રનો પર્દાફાશ: ગલ્ફ દેશોમાં ભારત વિરુદ્ધ નફરત ફેલાવી રહી છે ISI, અનેક ફેક એકાઉન્ટ બનાવ્યાં
આ મુદ્દે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે, દેશમાં સંભવિત આર્થિક સંકટને જોતા કેબિનેટે આ નિર્ણય લીધો છે. નાણામંત્રાલય દ્વારા બહાર પડાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ 19થી ઉત્પન્ન સંકટને જોતા નિર્ણય લેવાયો છે કે, કેન્દ્ર સરકારે કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2020થી મોંઘવારી ભથ્થું નહી આપવામાં આવે. હાલનાં 17 ટકાનાં દરોને જુલાઇ 2021 સુધ લાગુ માનવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય ત્યાર બાદ લેવામાં આવશે.
શરીરના અંગો પર કેવી રીતે એટેક કરે છે કોરોના?..અને ધીરે ધીરે થાય છે માણસનું મૃત્યુ
ગત્ત વર્ષે પણ વધ્યું હતું ભથ્થું
આ અગાઉ 10 ઓક્ટોબર 2019ના રોજ પણ કેન્દ્રીય કર્મચારીઓને આ રાહત મળી હતી. ત્યારે મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં પાંચ ટકા વધારવાની જાહેરાત કરી હતી. ત્યારે મોંઘવારી ભથ્થું 12 ટકાથી વધીને 17 ટકા થઇ ગયું હતું. કેન્દ્ર સરાકરનો આ નિર્ણય લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો થયો હતો. ગત્ત મહિને જ સરકારે મોંઘવારી બથ્થા 17 ટકાથી વધારીને 21 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. ભથ્થામાં વધારાથી લગભગ 1 કરોડ 30 લાખ કર્મચારીઓને લાભ થવાનો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube