નવી દિલ્હી: કોરોના વાયરસ લોકડાઉન (Coronavirus Lockdown)માં સોશિયલ મીડિયા પર ઝડપથી અફવાઓ ફેલાઈ રહી છે. ભૂતકાળમાં, એર ઇન્ડિયા (Air India)ની ફ્લાઇટમાં થયેલા ઝઘડાથી લઈને મોદી સરકારની મફત માસ્ક યોજના સુધીના ઘણા બનાવટી સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે મોદી સરકારની મહત્વપૂર્ણ આયુષ્માન યોજના (Ayushman Yojana)ની ઓફિશિયલ વેબસાઇટની ફેક લિંક સોશિયલ મીડિયા પર લોકોમાં શેર કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં મંત્રાલયે લોકોને આ લિંક પર ક્લિક ન કરવા ચેતવણી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારત સરકારે લોન્ચ કર્યું મિશન સાગર: સંકટ સમયે આ દેશોની મદદ માટે મોકલી રાહત સામગ્રી


જાણો શું કરવામાં આવી રહ્યો છે દાવો-


સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા ખોટા મેસેજમાં ayushman-yojana.org ને આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઇટ કહેવામાં આવી રહી છે.


પ્રશ્ન તમારા, જવાબ સરકારના: કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં થયા મોટા ફેરફાર


આ અંગે નેશનલ હેલ્થ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર પણ લખ્યું - અમારા ધ્યાનમાં આવ્યું છે કે ayushman-yoana.org ને આયુષ્માન યોજનાની સત્તાવાર વેબસાઇટ તરીકે ગણાવી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. મહેરબાની કરીને ધ્યાનમાં રાખો કે સત્તાવાર વેબસાઇટ pmjay.gov.in છે, આ સિવાય કોઈ અન્ય વેબસાઇટ સરકાર સાથે સંબંધિત નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube