મુંબઇ : માર્ગ પરિવહન ક્ષેત્રમાં મોદી સરકાર અત્યાર સુધીની સૌથી મોટી યોજના લાવવા જઇ રહી છે. આ યોજના હેઠળ દેશમાં એક્સપ્રેસ વેની જાળ બિછાવવામાં આવશે. સરકારની દેશમાં 3000 કિલોમીટર એક્સપ્રેસ વે બનાવવાની યોજના છે. મોદી સરકારનાં ખુબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ભારતમાલાના બીજા તબક્કામાં સરકાર નવા લક્ષ્યાંકો નક્કી કર્યા છે. સુત્રો અનુસાર માર્ગ અને પરિવહન મંત્રાલયની ભારતમાલા પ્રોજેક્ટનાં આગામી તબક્કામાં સરકારે એક્સપ્રેસ વે પર સૌથી વધારે ફોકસ રાખ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપમાં વિદ્રોહ કરનાર સિંહાનો સુર: હું છુ PM પદને યોગ્ય ઉમેદવાર

કેન્દ્ર સરકારની 3000 કિલોમીટરથી વધારેનાં એક્સપ્રેસ વે નેટવર્ક દેશોમાં બનાવવાની યોજના છે. સૌથી મહત્વનું છે કે મોટા ભાગનાં એક્સપ્રેસવે ગ્રીનફિલ્ડ હશે એટલે કે બિલ્કુલ નવા બનાવાશે. તેનો અર્થ એવો છે કે આ એક્સપ્રેસ વે હશે જેનું નિર્માણ કોઇ હાલનાં રસ્તાને પહોળો કર્યા વગર અથવા ડિઝાઇનમાં પરિવર્તન કર્યા વગર કરવામાં આવશે. 


પ્રવાસી ભારતીય દિવસ: રાજીવ ગાંધીના નામે PMએ કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી

એવું જણાવાઇ રહ્યું છે કે, એક્સપ્રેસ વે પર સરકાર 2 કારણોથી ફોકસ કરી રહ્યું છે. પહેલો એક્સપ્રેસ વે દ્વારા ટ્રાફીક મુવમેન્ટ ખુબ જ સરળ બનશે અને ઝડપી પણ બનશે. બીજુ કે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે દ્વારા જમીન અધિગ્રહણનો બોઝ (Cost of Land Acquisition) પણ ખુબ જ ઘટી જશે. 


Petrol-Dieselની કિંમતમાં સતત 13મા દિવસે ભડકો, જાણો તમારા શહેરમાં શું છે આજનો ભાવ

આ શહેરોમાં બનશે ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે
નવા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં પટના- રાઉકેલા, ઝાંસી- રાયપુર, સોલાપુર- બેલગામ, બેંગ્લુરૂ- વિજયવાડા, ગોરખપુર-બરેલી, વારાણસી - ગોરખપુરનો સમાવેશ થાય છે.

ગાડીઓની સરેરાશ ઝડપ વધશે.
માર્ગ પરિવહન મંત્રાલય સુત્રો અનુસાર એક્સપ્રેસવેની જાળ ગાડીઓની એવરેજ સ્પીડને પણ ખુબ જ વધારવામાં આવી છે. એક્સપ્રેસ વે પર ગાડીઓની એવરેજ સ્પીડ અથવા સરેરાશ ઝડપ 120 કિલોમીટર નક્કી કરવામાં આવી છે. 


2024 સુધીમાં લક્ષ્યાંક પુર્ણ કરવામાં આવશે. 
હાઇવે ઇંફ્રાનાં આ જબરદસ્ત લક્ષ્યાંકને પુર્ણ કરવાની જવાબદારી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ને આપવામાં આવી છે. NHAIને ભારતમાલા ફેઝ-2ને ઝડપથી બ્રિડિંગ પ્રક્રિયા શરૂઆત કરશે. સુત્રો અનુસાર ભારત માલા ફેઝ-2 હેઠળ એક્સપ્રેસ વે સહિત કુલ 4000 કિલોમીટરનાં રોડની જાળ બિછાવવામાં આવશે. વર્ષ 2024 સુધીમાં આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં આવશે.