નવી દિલ્હીઃ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવાયા પછી બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાવાની છે, જેમાં સરકારના ટૂંકા અને લાંબાગાળાના એજન્ડા પર ચર્ચા થવાની સંભાવના છે, સાથે જ વડાપ્રધાન મોદી તેમની સરકારનો રોડમેપ પણ રજૂ કરી શકે છે. આ બેઠક પીએમ મોદીની કેન્દ્ર સરકારના તમામ સચિવો સાથે થયેલી બેઠક પછી થવા જઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં 5 જુલાઈના રોજ સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટની તૈયારીઓ પર ચર્ચા સંભવિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય બજેટ વડાપ્રધાન મોદીની આગેવાનીવાળી નવી સરકારના ઈરાદાઓનું પ્રથમ નિવેદન હશે. જેમાં સરકારની આગામી પાંચ વર્ષની રૂપરેખાની તૈયારીઓ જોવા મળી શકે છે. સરકારના એજન્ડામાં 10 વટહુકમોનું સ્થાન લેનારા કાયદા સહિત અનેક ખરડાઓ પણ છે, જે  આગામી અઠવાડિયે શરૂ થનારા સંસદીય સત્ર દરમિયાન રજૂ થવાના છે. 


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...


રાજ્યમંત્રીઓની ભૂમિકા પણ તૈયાર કરી શકે છે પીએમ 
સૂત્રોએ  જણાવ્યું કે, મંત્રાલયોને ચલાવવા માટે વડાપ્રધાન રાજ્યમંત્રીઓની ભૂમિકા પણ નક્કી કરી શકે છે. કેબિનેટ મંત્રીઓને પણ પોતાના મદદનીશોને પુરતી જવાબદારીઓ આપવાનું કહી શકે છે. આગામી સપ્તાહે સંસદનું સત્ર શરૂ થવાનું છે. રાજ્યમંત્રીઓએ જ સંસદના ટેબલ પર મુકવામાં આવતા પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે, આથી તેમને પુરતી તૈયારી કરવાની રહેશે. કેબિનેટ મંત્રી માત્ર એ સવાલો જ જોતા હોય છે જેનો મૌખિક જવાબ આપવાનો હોય છે. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....