નવી દિલ્હી : મોદી સરકાર સતત આમ આદમી માટે પૈસા કમાવવાની નવી યોજના લાવે છે. તેની સાથે સરકાર યુવાનો માટે નવી નવી પ્રકારનાં કોન્ટેસ્ટ પણ લાવી રહી છે. હવે મોદી સરકાર એક અને નવા કોન્ટેસ્ટ દ્વારા યુવાનોને 25 રૂપિયા સુધીની કમાણીની તક આપી રહી છે. ખાસ વાત એવી છે કે તેનાં માટે તમારે ક્યાંય પણ જવા માટે આકરી મહેનત કરવાની જરૂર નથી પરંતુ ઘરે બેઠા બેઠા જ કેટલાક મિનિટોમાં તમે 25 હજાર રૂપિયા સુધી કમાઇ શકો છો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઇ રીતે કમાઇ શકો છો પૈસા
મોદી સરકારે એક નિબંધ પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે. આ આયોજનમાં શાળાના બાળકોથી માંડીને 25 વર્ષની ઉંમર સુધીનો યુવાન ભાગ લઇ શકે છે. તેમાં જીત પર તમે 25 હજાર રૂપિયા સુધીનું ઇનામ પ્રાપ્ત કરી શકે છે. 

કોણ લઇ શકે છે હિસ્સા
અવેરનેસ પ્રોગ્રામ ઓન ઇન્ડિયન ફોરેન પોલીસીની થીમ પર મોદી સરકારે નિબંધ પ્રતિયોગિતા આયોજીત કરી છે. પ્રતિયોગિતાની બે શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. પહેલી જૂનિયર લેવલ, જિમાં 15-18 વર્ષ સુધીનાં ટીનેજર હિસ્સો લઇ શકે છે. બીજા સીનિયર લેવલ જેમાં 18-25 વર્ષ સુધીનાં યુવાનોને સમાવેશ થાય છે. 

કયા વિષય પર લખવાનો હોય છે નિબંધ
જૂનિયર લેવલ પર હિસ્સો લેનારા બાળકોને ગ્લોબલ વોર્મિંગ ભારતી વિદેશ નીતિ માટે કેમ મહત્વની છે. આ વિષય પર નિબંધ લખવાનું છે. બીજી શ્રેણી એટલે કે સીનિયર લેવલ પર શું ભારતની વિદેશ નીતિ અમારા વિકાસ માટે મહત્વની છે વિષય પર નિબંધ લખેલો હશે.

કોને કેટલું મળશે ઇનામ
જુનિયર લેવનાં વિજેતાને 15 હજાર રૂપિયાની ઇનામ મળશે. બીજા નંબર પર આવનારા લોકોને 10 હજાર અને ત્રીજા નંબર પર 5 હજાર રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે. બીજી તરફ સીનિયર લેવલ પર જીતનારા વિજેતા 25 હજાર, બીજાને 15 હજાર અને ત્રીજાને 10 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. 

31 જુલાઇ આખરી તારીખ
મોદી સરકારની આ પ્રતિયોગિતામાં હિસ્સો લેવા માટે આખરે 31 જુલાઇ છે. ત્યાર બાદ આવેદન કરનારા લોકોનું આવેદન રદ્દ કરી દેવામાં આવશે. જો કે આ સમય દરમિયાન જ નિબંધ લખવા અંગે કામ ચાલુ કરવામાં આવી શકે છે. પ્રતિયોગિતામાં હિસ્સો લેતા પહેલા તેના નિયમો અને શરતો જરૂર વાંચી લો. નિયમો અને શરતો વાંચવા માટે Mygov.inનાં ક્રિએટીવ કોર્નરમાં જોઇ શકો છો.