નવી દિલ્હી: કોરોનાને લઇને દવાઓને પરીક્ષણ અને વેક્સીન પર કામ કરવા માટે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સમાં નીતિ આયોગના સભ્ય, વડાપ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ઉપરાંત આયુષ, ICMR, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ, ICIR સહિત ઘણા વિભાગોના સભ્ય સામેલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં કોવિડ-19 માટે કેન્દ્ર અને રાજ્યોની 2144 હોસ્પિટલ બનાવી છે જેમાં 755 હોસ્પિટલ અને 1389 સ્વાસ્થ્ય કેન્દ્ર છે. પોડેંચેરીના માહે અને કર્ણાટકના કોડાગૂમાં ગત 28 દિવસોમાં કોરોનાના કોઇ નવો કેસ આવ્યો નથી. દેશના 23 રાજ્યોના 54 જિલ્લાઓમાં ગત 14 દિવસોમાં કોઇ નવો કેસ આવ્યો નથી. 10 નવા જિલ્લામાં જ્યાં 14 દિવસોમાં કોઇ નવો કેસ સામે આવ્યો નથી. સારણ, બરેલી, ફતેહગઢ સાહિબ, રૂપનગર, ભિવાણી, હિસાર, ફતેહાબાદ, લખીમપુર અને કેચર છે. 20 એપ્રિલથી બિન નિયંત્રિત વિસ્તારોમાં ચાલી રહેલી પાબંધીમાં છૂટ મળશે, પરંતુ હોટસ્પોટ જિલ્લાના નિયંત્રિત વિસ્તારોમાં કોઇપણ પ્રકારની છૂટ નથી. સ્થાનિક સ્તર પર જરૂર મુજબ રાજ્ય સરકારો વધારાની કાર્યવાહી કરી શકે છે.   


સ્વાસ્થ્ય મંત્રાલયથી નિર્ધારિત નિયંત્રિત ઝોન
હોટસ્પોટ તો છે જ્યાં મોટી સંખ્યામાં કોવિડ 19ના દર્દી છે. જ્યાં આઉટબ્રેક થયો અથવા કલસ્ટર હોય. જ્યાં ડબલિંગ રેટ 4 દિવસોમાં ઓછા હોય. હોટસ્પોટમાં સ્થાનિક વહિવટીતંત્ર નિયંત્રિત ઝોન અને બફર ઝોનની સીમા નિર્ધારિત કરે છે જેથી વાયરસને ફેલાવતો રોકી શકાય છે. નિયંત્રિત ઝોનની અંદર જરૂરી સેવાઓ ઉપરાંત બીજી એક્ટિવિટીની પરવાનગી મળશે નહી. તે વિસ્તારો જ્યાં છૂટ મળી છે ત્યાં રાજ્ય સરકરો અથવા સ્થાનિક પ્રશાસન ને આ સુનિશ્વિત કરવાનું રહેશે કે ઓફિસો, કાર્યક્ષેત્રો, ફેક્ટરીઓ, અને બીજી જગ્યાઓ પર સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર