Narendra Modi Cabinet Ministers New List: લોકસભા ચૂંટણી 2024 પરિણામ લગભગ સ્પષ્ટ થઇ ગયા છે. એનડીએ ગઠબંધનને 292 સીટો મળી રહી છે. એટલું જ નહી મોદી 3-0 માં ગઠબંધનના દળોની મોટી ભૂમિકા રહેવાની છે. એવામાં પીએમ મોદીના નવા કેબિનેટને લઇને પણ ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે જેડીયૂ અને ટીડીપી પણ કેબિનેટમાં સામેલ થઇ શકે છે. એવામાં મોદી કેબિનેટ 3-0 ના નવા ચહેરાને લઇને લોકોના મનમાં વિવિધ પ્રકારના સવાલ ઉદભવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે પાર્ટીના નેતાઓ દ્વારા સીધો જવાબ મળી રહ્યો છે. જેમ કે મંત્રીમંડળમાંથી કોનું પત્તુ કપાશે? કયા કયા નવા ચહેરાઓને મોદી ફરીથી પોતાના કેબિનેટમાં સ્થાન આપશે? પત્રકારોને આ પ્રકારના તમામ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. જોકે એક વાત તો સ્પષ્ટ છે કે જે ચહેરાઓને લોકસભાની ટિકીટ આપવામાં આવી નથી તેઓ કમ સે કમ મંત્રી તો નથી બની રહ્યા. સાથે જ હારેલા ઘણા ચહ્રાઓને પણ આ વખતે કદાચ કેબિનેટમાં સામેલ કરવામાં આવશે નહી. 


Modi Cabinet: મોદી સરકારમાં કોણ બનશે મંત્રી? આ સાંસદોના નામ રેસમાં સૌથી આગળ
લોકસભા ચૂંટણીમાં 10 સૌથી મોટી જીત, બીજા નંબર પર આ કોંગ્રેસ ઉમેદવારે મારી બાજી


તમને જણાવી દઇએ કે ઘણા મંત્રીઓને આ વખતે ટિકીટ આપવામાં આવી નથી. તેમાં તેમની ઉંમર નડી છે. ઘણા ચહેરાઓને પ્રદર્શનના આધારે આ વખતે મંત્રીમંડળમાં સામેલ ન કરવાની વાત કહેવામાં આવી રહી છે. ઓછામાં ઓછા મોદી સરકારના 10 એવા મોટા ચહેરા છે, જેમની મોદી 3.0 માં મંત્રી બનવાનું સપનું લગભગ ખતમ થઇ ગયું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટ મંત્રી નારાયણ રાણે, ગુરૂગ્રામથી લોકસભાની ચૂંટણી લડી રહેલા રાવ ઇંદ્રજીત સિંહનું પણ પત્તું કપાવવાની ચર્ચા છે. 


રામદાસ આઠવલેને લઈને ભાજપની અંદર ચર્ચાઓ ગરમ


સુરતના કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ પહેલા જ રેસમાંથી બહાર થઈ ગયા છે. આ વખતે જરદોશની ટિકિટ કાપવામાં આવી હતી. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને લઈને ભાજપની અંદર ચર્ચાઓ ગરમ છે. કદાચ આ વખતે તેનું પણ પત્તું કપાઈ જશે. અઠાવલેની ઉંમર તેમાં અવરોધ બની રહી છે. આ વખતે પાર્ટીએ બિહાર ભાજપના દિગ્ગજ નેતા અશ્વિની કુમાર ચૌબેને બક્સરથી ટિકિટ કાપી હતી. એવામાં તેમના મંત્રી બનવાના ચાન્સ સાવ ખતમ થઈ ગયા છે.


BUY-SELL: આજે આ Top 10 Stocks કરાવી શકે છે કમાણી? ગુમાવેલા રૂપિયા થઇ જશે રિકવર
શેરબજારની સુનામીમાં અદાણીને ₹208129 કરોડનો ઝટકો, અંબાણીએ ગુમાવ્યા ₹75144 કરોડ


મીનાક્ષી લેખીનું પણ મંત્રી બનવાનું સપનું તૂટી ગયું


મોદી સરકારના બીજા કાર્યકાળમાં મીનાક્ષી લેખી દિલ્હીની એકમાત્ર સાંસદ હતી. જેમને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. આ વખતે લેખીની ટિકીટ કપાઇ ગઇ હતી. એવામાં મીનાક્ષી લેખીનું પણ મંત્રી બનવાનું સપનું તૂટી ગયું છે. આ તરફ મોદી સરકારના બીજા કાર્યકાળમાં મંત્રી રહેલા ડિબ્રુગઢના સાંસદ રામેશ્વરતી તેલી અને અલીપુરદ્વારથી સાંસદ જોન બારલાની પણ ટિકીટ કપાવવાથી મંત્રી બનવાની સંભાવના ખતમ થઇ ગઇ છે. 


આ ચહેરા પર પણ રહેશે નજર
આ બધાની વચ્ચે ભાજપની અંદર લગભગ બે વર્જન મંત્રીઓના આ વખતે મોદી કેબિનેટનો ભાગ બનવા પર સંશય બનવાની આશંકા છે. ખાસકરીને યૂપી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્વિમ બંગાળના કેટલાક મોટા ચહેરાઓના નામ કાપીને આ વખતે નવા લોકોને મંત્રી બનાવવામાં આવી શકે છે. તો બીજી તરફ અમિત શાહ, જયશંકર, અશ્વિની વૈષ્ણ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, સર્વાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા ચહેરાઓનું મંત્રી બનવાનું લગભગ ફાઇનલ ગણવામાં આવે છે. 


રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્ન
નવી સરકારમાં મલ્ટીબેગર બની શકે છે 2 STOCKS, એક્સપર્ટે કહ્યું-1 વર્ષ માટે ખરીદી લો


રાવ ઈન્દ્રજીત સિંહ, દર્શના જરદોશ, રાવ સાહેબ દાનવે, સાધ્વી નિરંજના જ્યોતિ, મીનાક્ષી લેખી, વીકે સિંહ, રામદાસ આઠવલે, પ્રતિમા ભૌમિક, અશ્વિની ચૌબે, અન્નપૂર્ણા દેવી યાદવ, સોમપ્રકાશ, એસપી સિંહ બાગેલ જેવા ઘણા રાજ્ય મંત્રીઓ છે. આ વખતે મંત્રી બનવું મુશ્કેલ છે. જો કે, આ વખતે પણ તેમાંથી ઘણા ચૂંટણી લડ્યા છે જ્યારે કેટલાકની ટિકિટ કપાઈ ગઈ છે.