શેરબજારની સુનામીમાં ગૌતમ અદાણીને ₹208129 કરોડનો ઝટકો, મુકેશ અંબાણીએ ગુમાવ્યા ₹75144 કરોડ

Bloomberg Billionaires Index: ચૂંટણીમાં ભાજપને બહુમત બહુમત ન મળતાં ગૌતમ અદાણીને એક દિવસમાં 24.9 અરબ ડોલર (લગભગ ₹208129 કરોડ) નો ઝટકો લાગ્યો, જ્યારે મુકેશ અંબાણીને લગભગ 9 અરબ ડોલર (₹75144 કરોડ) નું નુકસાન થયું છે. 

શેરબજારની સુનામીમાં ગૌતમ અદાણીને ₹208129 કરોડનો ઝટકો, મુકેશ અંબાણીએ ગુમાવ્યા ₹75144 કરોડ

Loksabha Chunav Result: લોકસભા ચૂંટણીના પરિણામોમાં કોઇપણ સિંગલ પાર્ટીને બહુમત ન મળ્તાં શેર માર્કેટ સોમવારે ધરાશાયી થઇ ગયું છે. મોટાભાગના સ્ટોક્સ તળિયે આવી ગયા. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના શેર પણ તૂટ્યા અને અદાણી ગ્રુપમા શેર તો ધડામ થઇ ગયા. તેનાથી રોકાણકારોના પૈસા તો ડૂબ્યા જ, અદાણી-અંબાણીની સંપત્તિમાં સેંધ લાગી ગઇ. ગૌતમ અદાણીએ એક જ દિવસમાં 24.9 અરબ ડોલર (લગભગ ₹208129 કરોડ) નો ઝટકો લાગ્યો. જ્યારે મુકેશ અંબાણીને લગભગ 9 અરબ ડોલર (₹75144 કરોડ) નું નુકસાન થયું. 

એક્ઝિટ પોલ્સ બાદ બજાર ચઢ્યું તો અદાણી સોમવારે દુનિયાના અરબપતિઓમાં ટોપ ગેનર હતા. મંગળવારે રિઝલ્ટ ડેના દિવસે ટોપ લૂઝર બની ગયા. અદાણી 100 ડોલર ક્લબમાંથી બહાર થઇ ગયા. બ્લૂમબર્ગ બિલેનિયર ઇંડેક્સના અનુસાર અદાણીની કુલ સંપત્તિ હવે 97.5 અરબ ડોલર રહી ગઇ છે. તે અરબપતિઓની રેકિંગમાં 3 ક્રમેથી સરકીને 15મા નંબરે આવી ગયા છે. અદાણીની સંપત્તિ અને રૂતબો ઘટવાની પાછળ તેમની કંપનીઓના શેર છે. 

અદાણી ગ્રુપની કંપનીઓના શેર મંગળવારે ઉંધા મોંઢે પછડાયા. અદાણી પાવર 17.55 ટકા, અદાણી એન્ટ્રપ્રાઇઝીસ 19.07 ટકા, અદાણી પોર્ટ 21.40 ટકા, અદાણી ટોટલ ગેસ 18.53 ટકા અને અદાણી ગ્રીન એનર્જી લગભગ 20 ટકા ઘટ્યા હતા. અદાણી વિલ્મર 10 ટકા તૂટ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશનમાં 20 ટકાની લોઅર સર્કિટ લાદવામાં આવી છે. આ સિવાય એસીસી, એનડીટીવી અને અંબુજા સિમેન્ટ પણ તૂટી પડ્યા હતા. તેની અસર અદાણીની સંપત્તિ પર પડી. 

અંબાણી સંપત્તિ ગુમાવી, રૂતબો વધ્યો
શેરબજારની સુનામીમાં મુકેશ અંબાણીના 8.99 અરબ ડોલર ડૂબી ગયા. અંબાણીની કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના શેર 6.76 ટકા તૂટ્યા. તેનાથી તેમની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. તેનાથી અંબાણીની સંપત્તિ ભલે ઓછી થઇ હોય પરંતુ દુનિયાના અરબપતિઓમાં તેમનું સ્ટેટસ ઓછું થયું નથી પરંતુ વધી ગયું છે. અમીરોની યાદીમાં અંબાણી 11મા સ્થાને હતા. અદાણી પાસેથી ફરી એકવાર તેમણે એશિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ છિનવી લીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news