મર્યાદા ભૂલી ગયા કોંગ્રેસ નેતા સુબોધ કાંત, હિટલર સાથે કરી પીએમની તુલના
Congress Satyagraha Protest: રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ અને અગ્નિપથ યોજના વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર કોંગ્રેસ પાર્ટી સત્યાગ્રહ કરી રહી છે. આ દરમિયાન મંચ પરથી કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ પીએમ મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
નવી દિલ્હીઃ અગ્નિપથ યોજના અને રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછને લઈને આક્રોશિત કોંગ્રેસ નેતા સુબોધ કાંત સહાયે જંતર-મંતર પર સત્યાગ્રહ મંચથી પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી કરી છે. ઝારખંડથી આવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ હિટલરની તુલના કરતા મર્યાદાનો ભંગ કર્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદી હિટલરના માર્ગે ચાલી રહ્યા છે અને હિટલરની જેમ મરશે. સુબોધ કાંતે જે સમયે આ ટિપ્પણી કરી ત્યારે મંચ પર કોંગ્રેસના ઘણા મોટા નેતા હાજર હતા અને વિવાદિત નિવેદન પર તાળીઓનો અવાજ સાંભળવા મળ્યો હતો.
અગ્નિપથ યોજના પર પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'મને લાગે છે કે હિટલરનો બધો ઈતિહાસ તેમણે પાર કરી લીધો. હુડ્ડા સાહેબ મોટા ગામની ભાષામાં સમજાવી રહ્યા હતા. હિટલરે પણ આવી સંસ્થા બનાવી હતી જેનું નામ જ પૂરતુ હતું, સેનાની વચ્ચે તેણે બનાવી હતી. હિટલરના માર્ગે ચાલશો તો હિટલરની જેમ મરશો. યાદ રાખો મોદી.'
'અગ્નિવીરો'ની ભરતી માટે આર્મીએ બહાર પાડ્યું નોટિફિકેશન, આ મહિનાથી રજિસ્ટ્રેશન થશે શરૂ
પીએમ મોદીને મદારી પણ ગણાવ્યા
સુબોધ કાંત સહાયે કહ્યુ- ઝારખંડમાં અમારી ગઠબંધનની સરકાર છે, તેને પાડવા માટે દોઢ મહિનાથી દરરોજ ઈડીના દરોડા ચાલી રહ્યાં છે. દરેક પ્રકારે મુખ્યમંત્રીને કઈ રીતે ફસાવવામાં આવે. આપણે યાદ રાખવું પડશે કે ભાજપે કઈ રીતે આપણી 2-3 ચૂંટાયેલી સરકારને પાડી છે. મોદી જે મદારીના રૂપમાં આ દેશમાં આવી સંપૂર્ણ રીતે તાનાશાહીના સ્વરૂપમાં આવી ગયા છે. પૂર્વ મંત્રીએ કોંગ્રેસને શહીદોની પાર્ટી ગણાવતા કહ્યુ- કોંગ્રેસે ક્યારેય લક્ષ્મણ રેખા પાર કરી નથી. નેહરૂ ગાંધી પરિવાર, જ્યારે સોનિયા ગાંધી ઇનકાર કરી રહ્યા હતા પ્રધાનમંત્રી બનવાનો તો મેં તેમનું માઇક છીનવી લીધુ હતું. હું કહ્યું હતું કે તમને બોલવા નહીં દઉં, કારણ કે તમારા નામથી અમે ચૂંટાઈને આવ્યા છીએ, તેના પર તમે આંગળી ઉઠાવી રહ્યાં છો. કોંગ્રેસના કોઈ કાર્યકર્તા સહન કરશે નહીં.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube