દિલ્હીમાં મોદીના ફરમાનથી IAS દોડતા થયા, ડેડલાઈન ચૂકી જતાં હવે PMO બગડ્યું
આ પ્રોજેક્ટને પૂરો કરવાની સમયમર્યાદા ૩૦ નવેમ્બર, ૨૦૨૨ હતી પણ મંત્રાલય સમયસર પ્રોજેક્ટ પૂરો ના કરી શક્યા તેના કારણે પણ મોદી નારાજ હતા. એ વખતે અધિકારીઓએ ખાતરી આપી હતી કે, પ્રોજેક્ટ જાન્યુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે. વર્તમાન સંસદ ભવનમાં 560 ફૂટનો ડાયામીટર છે, જે મોટા કાર્યક્રમોના આયોજન માટે સક્ષમ છે.
Narendra Modi: દેશભરમાં હાલમાં નવા સંસદભવનની તસવીરો વાયરલ થઈ રહી છે. નવા સંસદની ઈમારત અદ્ભૂત બનાવાઈ છે. સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આ વખતનું બજેટ નવા સંસદ ભવનમાં રજૂ કરાય એવી મોદીની ઈચ્છા છે. તેના કારણે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. મોદીએ ગમે તે રીતે ૨૬ જાન્યુઆરી સુધીમાં કામ પૂરું કરવા આદેશ આપ્યો હોવાનું કહેવાય છે.
આ પ્રોજેક્ટને પૂરો કરવાની સમયમર્યાદા ૩૦ નવેમ્બર, ૨૦૨૨ હતી પણ મંત્રાલય સમયસર પ્રોજેક્ટ પૂરો ના કરી શક્યા તેના કારણે પણ મોદી નારાજ હતા. એ વખતે અધિકારીઓએ ખાતરી આપી હતી કે, પ્રોજેક્ટ જાન્યુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે. વર્તમાન સંસદ ભવનમાં 560 ફૂટનો ડાયામીટર છે, જે મોટા કાર્યક્રમોના આયોજન માટે સક્ષમ છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યુ કે જૂના સંસદ ભવનને 93 વર્ષ પૂરા થઇ ગયા છે, આ સંસદ ભવન દેશની આઝાદી, બંધારણની રચના સહિત અન્ય ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી રહ્યું છે. નવું સંસદ ભવન હાલના સંસદ ભવન કરતા મોટું, આકર્ષક અને આધુનિક સુવિધાઓથી લેસ હશે. 64,500 સ્કેવર મીટરમાં તૈયાર થઈ રહેલા નવા સંસદ ભવનને બનાવવાનું કામ ટાટા પ્રોજેક્ટ્સ કરે છે.
આ ખાતરી આપીને અધિકારીઓ પોતે જ ભેરવાયા છે. અત્યારે નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ નવા લોકસભા ભવનમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. ત્યારબાદ ૧ ફેબ્રુઆરી ૨૦૨૩એ નવા લોકસભા ભવનમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. હજુ ઘણું કામ બાકી હોવાથી સરકારે સત્તાવાર જાહેરાત નથી કરી.સંસદ ભવનના નવા બિલ્ડિંગમાં ઓડિયો વીઝ્યુઅલ સિસ્ટમ સાથે જ ડેટા નેટવર્ક સુવિધાનો પણ પૂરેપૂરો ખ્યાલ રખાયો છે.
સંસદના નવા ભવનમાં 1224 સાંસદોના બેસવાની સુવિધા છે. એટલે કે એક વખતમાં 1224 સાંસદ બેસી શકે છે. જેમાં 888 સાંસદ લોકસભામાં અને 384 સાંસદ રાજ્યસભામાં બેસી શકશે. નવા બિલ્ડિંગમાં સેન્ટ્રલ હોલ નહીં હોય. સંસદના નવા ભવનમાં લાઉન્જ, લાઈબ્રેરી, કમિટી હોલ, કેન્ટીન, અને પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ ભવન સંપૂર્ણ રીતે ભૂકંપના આંચકા ઝેલી શકે તેવું છે. જેની ડિઝાઈન HCP ડિઝાઈન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે.