મુંબઇ : મુબઇ ભાજપ ઉપાધ્યક્ષ મોહિત કંબોજે કોંગ્રેસ નેતા સંજય નિરુપમ પર સોશિયલ મીડિયા દ્વારા નિશાન સાધ્યું છે. મોહિત કંબોજે પોતાનાં સોશયલ મીડિયા પર એક વીડિયો અને એક ફોટો શેર કર્યો છે. મોહિતે દાવો કર્યો કે નવા વર્ષ પ્રસંગે સંજય નિરુપમે જનતાને દેખાડવા અને પોતાની છબીને સારી દેખાડવા માટે સવારે મુંબઇના સિદ્ધિ વિનાયમ મંદિરમાં દર્શન કરતી તસ્વીરો શેર કરી હતી. જો કે હકીકતમાં સંજય નિરુપમ 31 ડિસેમ્બરની રાત્રે હોટલમાં ડાન્સ કરી રહ્યા હતા. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય નિરુપમ માટે મોહિતે લખી આ લાઇનો...
સંજય નિરુપમનો ડાન્સ અને બપ્પાની પુજા કરતો વીડિયો અને તસ્વીરો શેર કરતા મોહિત કંબોજે લખ્યું કે, સંજય નિરુપમનાં બે ચહેરા, જનતાને દેખાડવાનો ચહેરો અલગ અને અસલી ચહેરો પણ અલગ, જનતાને જણાવ્યું કે, નવ વર્ષની શરૂઆત મંદિરમાં દર્શન કરીને કરી હતી. જ્યારે નવ વર્ષની આખી રાત તેમણે મયખાના (દારૂની દુકાન)માં પસાર કરી હતી. 


 



મોહિતનાં વીડિયોથી ભડક્યા સંજય નિરુપમ...
મોહિત દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યા બાદ સંજય નિરુપમે પોતાના ટ્વીટર પર લખ્યું છે, હાં મે પોતાનાં પરિવાર અને મિત્રોની સાથે નવા વર્ષની ઉજવણી કરી, જો ભાજપનાં શાસનમાં આ ગુનો છે તો સરકાર મારા વિરુદ્ધ કેસ દાખલ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરીના રોજ સવારે સંજય નિરુપમે કેટલીક તસ્વીરો ટ્વીટર પર શેર કરી હતી. આ તસ્વીરોને શેર કરતા નિરુપમ દ્વારા લખવામાં આવ્યું હતું કે, તેઓ નવા વર્ષના પહેલા દિવસે મુંબઇના સિદ્ધી વિનાયક મંદિરમાં બપ્પાનાં દર્શન કરવા માટે ગયા હતા.