નવી દિલ્હીઃ જો તમારા ખાતામાં અચાનક જ એક નહીં પરંતુ બે-બે વખત નાણા જમા થઈ જાય તો તમે જરૂર ચકિત થઈ જશો. પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં પણ કંઈક આવું જ બની રહ્યું છે, અહીં લોકોના ખાતામાં અચાનક જ મોટી રકમ જમા થઈ ગઈ છે અને લોકોએ તેને ઉપાડવા માટે લાઈન લગાવી દીધી છે. જોકે, આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે, કોણે મોકલ્યા છે તેના અંગે કોઈ જાણતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના કેતુગ્રામ-2 નંગર પંચાયત સમિતિ અંતર્ગત આવતા શિબલૂન, બેલૂન, ટોલાબાડી, સેનાપાડા, અમ્બાલગ્રામ, નબગ્રામ અને ગંગાટીકુરી જેવા અનેક નાના-નાના ગામડાઓમાં રહેતા લોકોના ખાતામાં અચાનક જ મોટી રકમ જમા થવા લાગી છે. 


પશ્ચિમ બંગાળઃ ભાજપની રથયાત્રાને સુપ્રીમ કોર્ટે મંજૂરી ન આપી


રૂ.10થી રૂ.25 હજાર સુધીની રકમ 
જે લોકોના ખાતામાં પૈસા આવ્યા છે તે રકમ રૂ.10 હજારથી રૂ.25 હજાર સુધીની છે. આ પૈસા યુકો બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને એસબીઆઈના ખાતાધારોકોના ખાતામાં આવી રહ્યા છે. આ અંગે ઝી મીડિયાએ જ્યારે બેન્ક મેનેજરને પુછ્યું તો તેમણે પણ લોકોના ખાતામાં પૈસા જમા થયા હોવાની વાતને સમર્થન આપ્યું છે. જોકે, પૈસા ક્યાંથી આવી રહ્યા છે તેના અંગે તેમણે જણાવ્યું કે, અમે એ જણાવી શકીએ નહીં. તેમણે એટલું જ જણાવ્યું કે, પૈસા ઉપાડવા માટે તેમની બેન્કોની બહાર ગ્રામીણોની લાઈન લાગી છે. 


કર્ણાટકઃ બે અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેંચતા JDS-Congress સરકાર સંકટમાં


જોકે, સમગ્ર ઘટનાક્રમ પાછળ સત્ય ઘટના શું છે તેના અંગે વહીવટી તંત્ર પણ અજાણ છે. કટવા સબ ડિવિઝનના અધિકારી સોમેન પલને આ અંગે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, હજુ આ ઘટના પાછળ તપાસ કરવાની બાકી છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...