Monkey Trapped In Bike Tyre: મૂંગા પ્રાણીઓ ક્યારેય બોલી શકતા નથી કે તેઓ શું દર્દ ભોગવી રહ્યા છે. જેના કારણે ક્યારેય તેઓ એવી વિકટ સમસ્યામાં ફસાય છે છતાં સિસકાર પણ કરી શકતા નથી. આવા સમયે માણસે માણસાઈ દાખવીને આ મૂંગા પ્રાણીઓની મદદ કરવી એ જ સૌથી મોટો માનવધર્મ છે. બેબસ અને મૂંગા જાનવરો ભલે કઈ બોલી ન શકે પણ મનથી નીકળેલી દુઆ તેનું ફળ આપ્યા વગર રહેતી નથી. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વાનર બાઈકના પૈડામાં ખરાબ રીતે ફસાઈ ગયેલો જોવા મળે છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક વાનર બાઈકના આગળના પૈડામાં ફસાઈ જવાનો આ ખૌફનાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"410082","view_mode":"default","fields":{"format":"default"},"type":"media","field_deltas":{"1":{"format":"default"}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વાનર જ્યારે રોડ પસાર કરવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે પૂરપાટ ઝડપે આવી રહેલી બાઈકના પૈડામાં ફસાઈ ગયો. જો કે બાઈક સવાર વ્યક્તિએ તરત જ બ્રેક મારી અને  બંદરને કોઈ નુકસાન થયું નહીં. ઘટનાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે બંદર બાઈકના આગળના પૈડામાં ફસાઈ ગયો છે. એવી ખરાબ રીતે ફસાયેલો છે કે એક ઈંચ પણ હલી શકતો નથી. વાનરનું આ દર્દ જોઈને સ્થાનિકો મદદે દોડ્યા. વાનરને પૈડામાંથી બહાર કાઢવાના અનેક પ્રયત્નો કર્યા. પરંતુ ફાયદો ન થયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube