Monkeypox: મંકીપોક્સથી સાવધાન! વાયરસથી બચવા આ 7 વાતોનું રાખો ધ્યાન
Monkeypox: કોરોના બાદ હવે વિશ્વમાં મંકીપોક્સે ચિંતા ઉભી કરી દીધી છે. ભારતમાં પણ મંકીપોક્સના ચાર કેસ સામે આવી ગયા છે. તમારે પણ મંકીપોક્સથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જોઈએ.
નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શનિવારે મંકીપોક્સને 'આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર સ્વાસ્થ્ય ઈમરજન્સી' જાહેર કરી દીધી. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ ધેબયેયિયસે કહ્યું- તો સંક્ષેપમાં આપણી પાસે એક એવો પ્રકાર છે, જે ફેલાવાની નવી રીતના માધ્યમથી દુનિયામાં ઝડપથી ફેલાય રહ્યો છે, જેના વિશે હજુ આપણે ખુબ ઓછુ જાણીએ છીએ અને જે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિનિમયના માપદંડોને પૂરા કરે છે.
તેમણે કહ્યું, આ તમામ કારણોને લીધે મેં નિર્ણય કર્યો છે કે વૈશ્વિક મંકીપોક્સનો પ્રકોપ એક આંતરરાષ્ટ્રીય ચિંતા બની ગઈ છે અને તેથી તેને જાહેર સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરી. પરંતુ ભારતમાં અત્યાર સુધી મંકીપોક્સના ચાર કેસ સામે આવ્યા છે. જેમાંથી ત્રણ કેસ કેરલ અને એક કેસ દિલ્હીમાં જોવા મળ્યો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કર્યા બાદ નાગિકોએ એલર્ટ રહેવાની જરૂર છે, જેથી આ બીમારીથી બચી શકાય. તો આવો જાણીએ મંકીપોક્સના પ્રકોપને રોકવા માટે ક્યા પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ.
1. આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરો અને તમારા હાથ દિવસમાં ઘણીવાર સાબુ અને પાણીથી સાફ કરો.
2. મંકીપોક્સથી પીડિત કોઈ દર્દીના વાસણ કે અન્ય સામાનનો ઉપયોગ ન કરો.
3. મંકીપોક્સથી પીડિત વ્યક્તિની ફોલ્લીઓને અડો નહીં.
આ પણ વાંચોઃ Monkeypox Threat: મંકીપોક્સે ચિંતા વધારી, WHOએ કહ્યું- તેને હળવાશથી ન લો, તકેદારી વધારો
4. જે વ્યક્તિને મંકીપોક્સ થઈ ગયો છે તેની ત્વચાથી અંતર જાળવો.
5. કોઈ એવા વ્યક્તિ સાથે શારીરિક સંબંધથી બચો, જેને મંકીપોક્સ હોય કે મંકીપોક્સના સંક્રમણ જેવા લક્ષણો જણાતા હોય.
6. મંકીપોક્સના દર્દી કે શંકાસ્પદ સંક્રમણવાળા વ્યક્તિના ટુવાલ કે કોઈ કપડાને અડો નહીં.
7. બીમાર કે મૃત જાનવરોથી દૂર રહો કારણ કે તે સંક્રમણ વાહક હોઈ શકે છે.
(આ સલાહ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. જો તમને પણ આવા કોઈ લક્ષણો જણાય તો તત્કાલ ડોક્ટરનો સંપર્ક કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube