Monsoon 2023: ચોમાસું આવી ગયું છે કે હવે રાહ જોવી પડશે? હવામાન વિભાગે કરી ભવિષ્યવાણી
IMD Weather Update: ભારતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં આવે છે. તે જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં પહોંચે છે.
નવી દિલ્હીઃ IMD Weather Update: હવામાન વિભાગ (આઈએમડી) એ દક્ષિણ પશ્ચિમ મોનસૂનના આગમનની ભવિષ્યવાણી કરી છે, જેનાથી કેરલમાં ભારે વરસાદની સંભાવના છે. આઈએમડી અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂન લક્ષદ્વીપ અને દક્ષિણ અરબ સાગરના કેટલાક ભાગમાં આગળ વધી ગયું છે. નોંધનીય છે કે આઈએમડીએ 6 જૂને કેરલમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો કેરલના પઠાનમથિટ્ટા અને ઇડુક્કી જિલ્લામાં પણ સોમવાર સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આઈએમડીએ રવિવારે જારી એક એલર્ટમાં કહ્યું કે, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, કેરલ, માહે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, તટીય આંધ્ર પ્રદેશ અને યનમ, તેલંગણા, રાયલસીમા અને કર્ણાટકમાં છુટાછવાયા સ્થાનો પર વીજળી થવા અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં 288 નહીં, 275 લોકોએ ગુમાવ્યા જીવ, જાણો કેવી રીતે થઈ આ ભૂલ
બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહારમાં હીટવેવે છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અહીં 31 મે 2007ના રોજ તાપમાન 40.7 ડિગ્રી હતું. જે બાદ હવે 3 જૂન 2023ના રોજ સૌથી ગરમ દિવસ નોંધાયો છે. ભારતમાં ચોમાસું સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં આવે છે. તે જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં પહોંચે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube