Monsoon 2024: ખુશીઓ લઈને સમય પહેલા આવી રહ્યું છે ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ
Monsoon 2024 latest news today: ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ચોમાસાની ગતિ સારી છે. આ વર્ષે સમય પહેલા આવી રહ્યું છે. સામાન્ય રીતે અંડમાન-નિકોબાર દ્વીપના કિનારા સુધી ચોમાસું 22 મે આસપાસ આવે છે. પરંતુ આ વખતે 3 દિવસ પહેલા 19 મે સુધી પહોંચવાની આશા છે.
નવી દિલ્હીઃ આ સમયે દેશમાં ઉનાળાને કારણે લોકો હીટવેવનો સામનો કરી રહ્યાં છે. મધ્ય ભારતમાં પ્રી-મોન્સૂનની ઝલક જોવા મળી રહી છે. તો દક્ષિણ અને પૂર્વી ભારત ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે. સારા સમાચાર છે કે પ્રચંડ ગરમીથી પરેશાન લોકોને ખુશીઓ આપવા ચોમાસું સમય પહેલા આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ચોમાસાની ગતિ સારી છે. આ વર્ષે સમય પહેલા આવી રહ્યું છે. સામાન્ય રીતે અંડમાન-નિકોબાર દ્વીપના કિનારા સુધી મોન્સૂન 22 મેની આસપાસ આવે છે. પરંતુ આ વખતે 3 દિવસ પહેલા 19 મે સુધી પહોંચવાની આશા છે.
નબળો પડી રહ્યો છે અલ નીનો
IMD ના પૂર્વાનુમાન પ્રમાણે 19 મેએ ચોમાસું અંડમાન-નિકોબાર દ્વીપ અને આગામી દિવસે દક્ષિણ અંડમાન સાગર અને બંગાળની દક્ષિણ ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ પ્રમાણે અલ નીનો સિસ્ટમ નબળી પડી રહી છે. લા નીનાની સ્થિતિ સારી થઈ છે. આવનારા દિવસોમાં તેમાં વધુ સુધાર થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ ચૂંટણીનો 'ચાણક્ય' ભાજપ માટે કેમ કરી રહ્યો છે આવી ભવિષ્યવાણી, સૂપડાં સાફ કરી દેશે
સારો વરસાદ થવાનો મળ્યો સંકેત
લા નીનાની સાથે-સાથે હિંદ મહાસાગર દ્વિધ્રુવ સ્થિતિઓ પણ આ વર્ષે સારા ચોમાસા માટે અનુકૂળ જોવા મળી રહી છે. આ સારા સંકેત સારા ચોમાસા તરફ ઇશારા કરી રહ્યાં છે. હવામાન વિભાગ પહેલા અનુમાન વ્યક્ત કરી ચુક્યું છે કે આ વર્ષે સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે. પરંતુ એપ્રિલની શરૂઆતમાં હવામાન વિભાગે કહ્યું હતું કે આ વર્ષે સામાન્ય વરસાદ થશે. પરંતુ સ્થિતિઓમાં સુધાર બાદ મેમાં સામાન્યથી સારા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
IMD એ ચોમાસા અંગે આપ્યું અપડેટ
દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 19 મેએ અંડમાન સાગર અને કેટલાક ભાગમાં બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે.
પૂર્વોત્તર ભારતમાં 25 મેએ મોન્સૂનની શરૂઆત થવાની સંભાવના જોવા મળી રહી છે.
ઉત્તર ભારતમાં મોન્સૂન 29 જૂન સુધી પહોંચવાની આશા છે.
2024માં ભારતમાં સામાન્ય ચોમાસાનો વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ દહેજના ખોટા કેસોથી બચવા માટે હાઈકોર્ટ આપ્યો મોટો નિર્દેશ, જેલના સળિયા નહીં ગણવા પડે
ક્યારે કયાં પહોંચશે ચોમાસુ?
દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન (Southwest Monsoon) 19 મે સુધી અંડમાન અને નિકોબાર દ્વીપ સુધી પહોંચવાની આશા છે. ત્યારબાદ 29 મેથી 1 જૂન વચ્ચે કેરલ પહોંચી શકે છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી 10 જૂન સુધી થાય છે. આ વર્ષે સમય પર પહોંચવાની આશા છે. 15 જૂન સુધી ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. તો 20 જૂન સુધી ગુજરાત અને મધ્ય પ્રદેશના અંદરના વિસ્તારમાં પ્રવેશ કરી શકે છે. 20-25 જૂન વચ્ચે ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે. 30 જૂને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પ્રવેશ કરી શકે છે. ચોમાસુ આગળ વધતા 8 જુલાઈ સુધી દેશભરમાં કવર કરી લેશે. પરંતુ આ રાજ્યો માટે ચોમાસુ પહોંચવાની કોઈ નક્કી તારીખ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી નથી.
સમુદ્રી તાપમાન નક્કી કરશે આગળની ગતિ
IMD એ કહ્યું કે ચોમાસાની પ્રગતિ હવાઓ અને સમુદ્રી તાપમાન સહિત અન્ય પાસાઓ પર નિર્ભર કરે છે. ચોમાસાનો વરસાદ ભારતની અર્થવ્યવસ્થા માટે પણ મહત્વપૂર્ણ છે. કારણ કે તે કૃષિ અને જળ સંસાધનોને પ્રભાવિત કરે છે.