નવી દિલ્હીઃ દેશમાં ચોમાસું શરુ થયું તેને 1 મહિનાનો સમય થઈ ગયો છે.... તેમ છતાં દેશના 10 રાજ્યમાં હજુ સુધી મેઘમહેર થઈ નથી.... જૂન મહિનામાં દર વર્ષની સરખામણીએ 11 ટકા ઓછો વરસાદ નોંધાયો છે... જુલાઈમાં મહિનામાં હવામાન ખાતાની શું છે આગાહી?... હાલમાં દેશના રાજ્યોમાં કેવો છે વરસાદી માહોલ?... જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુલાઈના પહેલાં દિવસથી આખા દેશમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું છે....પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે જૂન મહિનામાં 11 ટકા જેટલાં વરસાદની ઘટ સર્જાઈ... સામાન્ય રીતે જૂન મહિનામાં સરેરાશ 6.6 ઈંચ વરસાદ પડતો હોય છે... જોકે આ વર્ષે માત્ર 5.88 ઈંચ વરસાદ નોંધાયો....


આ વર્ષે જૂન મહિનામાં ઉત્તર-પૂર્વના 3 રાજ્યોમાં વરસાદની અછત જોવા મળી... જેમાં...
નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં સામાન્યથી ઓછો વરસાદ થયો...
જ્યારે સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, અસમ અને ત્રિપુરામાં સામાન્ય વરસાદ નોંધાયો...
20 મોટા રાજ્યમાંથી માત્ર 4 રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસ્યો...
10 રાજ્યમાં સામાન્ય અને 10માં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો...


હાલમાં દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ શરૂ ગયો છે... જેમાં ઉત્તર-પૂર્વના અસમ રાજ્યમાં અનરાધાર વરસાદથી બ્રહ્મપુત્રા નદી બેકાંઠે વહી રહી છે... જેના પાણી અસમના મોરીગાંવમાં ઘૂસી ગયા... જેના કારણે લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે... લોકોના ઘર અને ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા છે... લોકોને કઈ રીતે જીવવું તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે.


આ પણ વાંચોઃ હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો


આ દ્રશ્યો અસમની રાજધાની ગુવાહાટીના છે... અહીંયા ભારે વરસાદના કારણે બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે... જળસ્તર વધતાં ગુવાહાટીમાં નદીના કિનારે આવેલું ચક્રેશ્વર મંદિર આંશિક રીતે પાણીમાં ડૂબી ગયું છે... તો મંદિરની બહાર લાગેલી શેષનાગના સ્વરૂપમાં બિરાજમાન ભગવાનની અડધી મૂર્તિ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે...


આ તરફ ઝારખંડના રાંચીમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે... જેના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે... સતત વરસી રહેલા વરસાદથી સ્થાનિક લોકોની સાથે સાથે વાહનચાલકોની મુશ્કેલી વધી છે...


દેશની આર્થિક મહાનગરી તરીકે જાણીતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે... તેની પહેલાં મુંબઈમાં આવેલા દરિયામાં હાઈ ટાઈડ જોવા મળી... દરિયામાં ઉંચી-ઉંચી લહેરો ઉઠી રહી છે... જેના કારણે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે...


હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે દેશના 25 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ અને રેડ અલર્ટ જાહેર કર્યુ છે.. એટલે કે ભલે મોડું-મોડું પણ ચોમાસું દેશના તમામ રાજ્યોમાં હવે પહોંચી ગયું છે... અને જુલાઈમાં હવામાન વિભાગે 106 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે... એટલે જુલાઈમાં મેઘરાજા જમાવટ કરશે તે નક્કી છે...