Weather Updates: કેરલમાં સમય પહેલાં એન્ટ્રી કરી શકે છે મોનસૂન, IMD એ કહી આ વાત
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, હરિયાણા અને પશ્વિમી યૂપીના કેટલાક ભાગોમાં આગામી કલાકોમાં 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે સાથે ભારે વરસાદનું અનુમાન છે.
નવી દિલ્હી: દેશમાં આ વખતે મોનસૂન (Monsoon) સમય પહેલાં પહોંચી ગયું છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, હરિયાણા અને પશ્વિમી યૂપીના કેટલાક ભાગોમાં આગામી કલાકોમાં 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે સાથે ભારે વરસાદનું અનુમાન છે. આ ક્ષેત્રોમાં દિલ્હી, હરિયાણાના ફારૂખનગર, ઝજ્જર, પલવલ, હોડલ, માનેસર, ગુરૂગ્રામ, ફરીદાબાદ, તિજારા અને પશ્વિમી યૂપીના કેટલાક જિલ્લા સામેલ છે.
મોનસૂનને લઇને આ ભવિષ્યવાણી
તો બીજી તરફ હવામાન વિભાગે શુક્રવારે આ જાણકારી શેર કરી છે. જાણકારી અનુસાર કેરલમાં દક્ષિણ પશ્વિમ મોનસૂન આ વખતે 31 મે સુધી પહોંચી શકે છે. જ્યારે સામાન્ય અરીતે આ પ્રદેશમાં મોનસૂન એક જૂન સુધી આવે છે. IMD દ્વારા કહેવામાં આવ્યું છે કે 'આ વર્ષે દક્ષિણ-પશ્વિમ મોનસૂન કેરલમાં 31 મેના રોજ દસ્તક આપી શકે છે.
ખેડૂતના પુત્રે શરૂ કરી હતી દેશની મોટી ફાર્મા કંપની Dr Reddy's, હવે આખા દેશને લગાવશે રશિયાની વેક્સીન
Dangerous Trailer: રામ ગોપાલ વર્માની લેસ્બિયન ક્રાઇમ સ્ટોરીએ લગાવી આગ, VIDEO VIRAL
હવામાન વિભાગે જણાવ્યું કે અરબ સાગરની ઉપર ચક્રવાત બનવાના અણસાર છે. તો બીજી તરફ 20 મેથી બંગાળની ખાડીમાં મજબૂત અને તેજ થઇ શકે છે. એવામાં 21 મેથી બંગાળની ખાડી અને અંદમાન નિકોબાર દ્વીપસમૂહમાં વરસાદ થવાનું અનુમાન છે. તેના કારણે મોનસૂન 21 મેના રોજ અંદમાન નિકોરબાર દ્વીપસમૂહમાં પહોંચી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube