ખેડૂતના પુત્રે શરૂ કરી હતી દેશની મોટી ફાર્મા કંપની Dr Reddy's, હવે આખા દેશને લગાવશે રશિયાની વેક્સીન

ડૉ.રેડ્ડીઝ (Dr. Reddy's) લેબોરેટરીઝ ભારતની એક મલ્ટીનેશનલ ફાર્મા કંપની છે. જેનું હેટક્વાર્ટર તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છે. આ કંપનીની સ્થાપના અંજી રેડ્ડીએ કરી હતી.

ખેડૂતના પુત્રે શરૂ કરી હતી દેશની મોટી ફાર્મા કંપની Dr Reddy's, હવે આખા દેશને લગાવશે રશિયાની વેક્સીન

અમદાવાદ: કોરોનાની વચ્ચે જો કોઈ કંપની સૌથી વધારે ચર્ચામાં છે તો તે ડૉ.રેડ્ડીઝ (Dr. Reddy's) લેબોરેટરીઝ છે. આ તે કંપની છે જે ભારતમાં રશિયા (Rasia) ની કોરોના વેક્સીન સ્પૂતનિક-Vને ઉતારવા જઈ રહી છે. આ કંપનીના એક અધિકારીએ શુક્રવારે સ્પૂતનિક-V (Sputnik V) નો પહેલો ડોઝ લઈ લીધો. દેશના સામાન્ય લોકો માટે તેનો ડોઝ બહુ ઝડપથી શરૂ થવાનો છે. જૂનથી દેશમાં સ્પૂતનિક-Vનું પ્રોડક્શન પણ શરૂ થઈ જશે. આ કોઈ પહેલી વિદેશી વેક્સીન છે જેને ભારતમાં અનુમતિ મળી છે.

કઈ રીતે કંપની અસ્તિત્વમાં આવી:
ડૉ.રેડ્ડીઝ (Dr. Reddy's) લેબોરેટરીઝ ભારતની એક મલ્ટીનેશનલ ફાર્મા કંપની છે. જેનું હેટક્વાર્ટર તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છે. આ કંપનીની સ્થાપના અંજી રેડ્ડીએ કરી હતી. જેમણે શરૂઆતમાં ઈન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડમાં કમ કર્યુ હતું. તેમનું આખું નામ કલ્લમ અંજી રેડ્ડી હતું. જેમણે 1984માં પોતાની કંપની બનાવી હતી. હાલ તે ઈરેઝ ઈઝરાયલી કંપનીના સીઈઓ હતા. વીતેલા એક વર્ષમાં કંપનીનો નફો 1914.9 કરોડ રૂપિયા હતો. આ દરમિયાન કંપનીની આવક 18,972 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીએ રોકાણકારોને ખુશ કરવા માટે 25 રૂપિયા પ્રતિ શેરના અંતરિમ ડિવિન્ડડ આપવાની જાહેરાત પણ કરી છે. જોકે આ કંપની આ કંપનીની માર્કેટ વેલ્યુ 86,406.99 કરોડ રૂપિયા છે.

Corona દર્દીઓ માટે 'ઓક્સિજન'નું કામ કરશે DRDO ની આ દવા, જાણો ક્યારે થશે લોન્ચ

અંજી રેડ્ડીનું પ્રારંભિક જીવન:
મેડિકલ જગતમાં અંજી રેડ્ડીને સાયન્ટીસ્ટ, ફિલેન્થ્રોપિસ્ટ અને એન્ટરપ્રિન્યોરના રૂપમાં ઓળખવામાં આવે છે. દવાઓને લઈને તેમનામાં શરૂઆતથી દિલચશ્પી હતી. પછી આ દિલચશ્પી કામ આવી અને અંજી રેડ્ડીએ ડૉ.રેડ્ડીઝ (Dr. Reddy's) લેબોરેટરીની સ્થાપના કરી. તેમનો જન્મ 1 ફેબ્રુઆરી 1939માં આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લાના તાડેપલ્લીમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા એક વૈદ્યનું કામ કરતા હતા. તે લોકોને જડી-બૂટીથી બનેલી ગોળીઓ આપતા હતા. અંજી રેડ્ડી પરિવારમાં આ બધું જોઈને જ મોટા થયા હતા. દવાનું કામ કરવું જોઈએ. જેથી લોકો માટે દવાઓ બનાવવી જોઈએ. આ વાતની ઈચ્છા તેમને યૂનિવર્સિટીના અભ્યાસ દરમિયાન જાગી.

આજે 'બબલી'નો છે બર્થડે, તેમની પાછળ એમ.એફ.હુસૈનથી માંડીને સંજય દત્ત હતા લટ્ટુ

શરૂઆતનો અભ્યાસ અને કારકિર્દી:
યૂનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેકનોલોજી, મુંબઈ (Mumbai) માં અભ્યાસ કરતા હતા. પછીથી તે પુણે સ્થિત નેશનલ કેમિકલ લેબોરેટરીમાં ચાલ્યા ગયા. અભ્યાસ પછી તેમણે ઈન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડમાં કામ કરવાનું શરૂ કરી દીધું. 1984માં અંજી રેડ્ડીએ નિર્ણય કર્યો કે તે પોતાની કંપની બનાવશે. તેમણે આ મકર્યું અને તે સમયની જણીતી દવા કંપની કેમિનોર ડ્રગ્સનું અધિગ્રહણ કર્યુ અને ડૉ.રેડ્ડીઝ લેબની શરૂઆત કરી.

સપનું પૂરું કર્યું:
અંજી રેડ્ડીનો મૂળ મંત્ર રહ્યો - દેશમાં એવી કિંમત પર દવાઓ લાવવામાં આવે જેનો ખર્ચ એક સામાન્ય માણસ પણ સહન કરી શકે. આ મંત્ર પર આગળ વધતાં તેમણે સતત કામ કર્યું અને ભારતીય ઔષધિ ઉદ્યોગમાં પોતાની અલગ ઓળખ બનાવી. 80 અને 90ના દાયકામાં ભારતને દવાઓના મામલામાં આત્મનિર્ભર બનાવવામાં અંજી રેડ્ડી અને તેમની કંપની ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝની મોટી ભૂમિકા માનવામાં આવે છે. દેશ આજે દવાઓની નિકાસ કરે છે. તો તેમાં ડૉ.રેડ્ડીઝનો મોટો ફાળો છે.

WHO ની ચેતાવણી: બાળકોને અત્યારે ન લગાવો કોરોના વેક્સીન, WHO એ અમીર દેશોને કરી અપીલ

સમાજ સેવામાં પણ નામ:
વર્ષ 1993માં ડૉ.રેડ્ડીઝ (Dr. Reddy's) લેબોરેટરીઝ ભારતની પહેલી દવાની શોધ કરનારી કંપનીના રૂપમાં ઉભરી. 2001 આવતાં-આવતાં તેની ખ્યાતિ એટલી વધી કે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં તેનું નામ નોંધવામાં આવ્યું. દેશ-વિદેશના દાનદાતામાં અંજી રેડ્ડીનું નામ જાણીતું છે, જે મોટા પાયે સમાજ સેવાનું કામ પણ કરતા રહ્યા.

અનેક એવોર્ડથી સન્માનિત થયા અંજી રેડ્ડી:
ડૉ. અંજી રેડ્ડીએ ડૉ. રેડ્ડી ફાઉન્ડેશન ફોર હ્યૂમન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટની સ્થાપના કરી. જે સમાજમાં વિકાસને વધારવાનું કામ કરે છે. અંજી રેડ્ડીના કામને જોતાં તેમને પદ્મશ્રી પુરસ્કાર, સર પીસી રે પુરસ્કાર, ઔષધિ અનુસંધાન રિસર્ચ માટે FAPA પુરસ્કાર, 2001માં બિઝનેસ ઓફ ધ યર પુરસ્કાર અને 2000માં એચીવર ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તેમનું નિધન 15 માર્ચ 2013માં થઈ ગયું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

Trending news