Monsoon 2021: દેશમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસુ, સ્કાઇમેટ વેધરે કરી ભવિષ્યવાણી
સ્કાઈમેટ પ્રમાણે આ વર્ષે જૂન મહિનામાં 177 મિમી વરસાદ થઈ શકે છે, જ્યારે જુલાઈમાં 277, ઓગસ્ટમાં 258 અને સપ્ટેમ્બરમાં 197 મિમી વરસાદ થવાની આશા છે. જૂન મહિનામાં સોન્સૂનની શરૂઆતમાં પૂર્વી ભારત અને મધ્ય ભારતમાં સામાન્ય રહેશે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ પડવાની આશા છે.
નવી દિલ્હીઃ વર્ષ 2021ના મોન્સૂન (Monsoon 2021) ને લઈને સ્કાઈમેટ વેધરે પૂર્વાનુમાન જાહેર કર્યુ છે. તે હેઠળ વેધર એજન્સી સ્કાઈમેટે જણાવ્યું કે, આ વર્ષે સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે. આ પૂર્વાનુમાન અનુસાર ભારતના દક્ષિણી પશ્ચિમી વિસ્તારમાં આ વખતે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી 103 ટકા વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે ચોમાસુ સામાન્યથી સારૂ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
જૂનમાં શરૂ થશે વરસાદ
સ્કાઈમેટ પ્રમાણે આ વર્ષે જૂન મહિનામાં 177 મિમી વરસાદ થઈ શકે છે, જ્યારે જુલાઈમાં 277, ઓગસ્ટમાં 258 અને સપ્ટેમ્બરમાં 197 મિમી વરસાદ થવાની આશા છે. જૂન મહિનામાં સોન્સૂનની શરૂઆતમાં પૂર્વી ભારત અને મધ્ય ભારતમાં સામાન્ય રહેશે. જૂનના મહિનામાં સારી શરૂઆત થશે. આ મહિને બિહાર, પશ્ચિમ બંગાળમાં સારા વરસાદની આશા છે.
આ પણ વાંચોઃ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 7 કોરોના દર્દીના મોત, પરિજનોએ કર્યો હંગામો
જૂલાઈમાં જોરદાર
જુલાઈ મહિનામાં જોવામાં આવે તો કર્ણાટક અને પશ્ચિમી રાજસ્થાનમાં થોડો ઓછો વરસાદ થશે, જ્યારે દેશના અન્ય ભાગમાં સારો વરસાદ થશે. જે વિસ્તારમાં પાછલા વર્ષે સામાન્યથી ઓછો વરસાદ થયો હતો ત્યાં આ વખતે સારા વરસાદની આશા છે. સ્કાઈમેટ વેધરના પ્રમુખ મહેશ પલાવત અનુસાર, જુલાઈમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં સારો વરસાદ થશે. તો નોર્થ ઈસ્ટ અને કર્ણાટકમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે. સપ્ટેમ્બર મહિનામાં મધ્ય પ્રદેશ અને દેશના પશ્ચિમી ભાગમાં સારા વરસાદની સંભાવના છે. પ્રમુખે કહ્યુ કે જૂનમાં સારા વરસાદની સંભાવના છે અને મુંબઈમાં તે પોતાના સમય પર આવશે.
મોન્સૂનની હેટ્રિક- સામાન્યથી થશે વધુ વરસાદ
આ સતત ત્રીજુ વર્ષ છે જ્યારે મોન્સૂન સામાન્યથી વધુ રહેશે. સારી વાત એ છે કે પાછલા વર્ષે જે વિસ્તારમાં ઓછો વરસાદ થયો ત્યાં આ વખતે સારા વરસાદની સંભાવના છે. આ પહેલા ભારતમાં વર્ષ 1996થી 1998 સુધી સતત સામાન્ય વરસાદ રહ્યો હતો. પાછલા વર્ષે 2020માં દક્ષિણ પશ્ચિમ મોન્સૂન દરમિયાન સામાન્યથી 9 ટકા વધુ વરસાદ થયો તો 2019માં દેશમાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂન સામાન્યથી 10 ટકા વધારે રહ્યું હતું. હવામાન એજન્સીએ જણાવ્યું કે મોન્સૂનની સીઝનમાં દર મહિને અલગ-અલગ એવરેજ હોય છે, જૂન અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું સ્તર એવરેજથી વધુ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube