Maharashtra: હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 7 કોરોના દર્દીના મોત, પરિજનોએ કર્યો હંગામો
Trending Photos
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) નજીક નાલાસોપારા સ્થિત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 7 દર્દીઓના કથિત મોતનો મામલો ગરમાયો છે. દર્દીઓના મોત બાદ તેમના પરિજનોએ ખુબ હંગામો કર્યો. આ મામલાએ તૂલ પકડી લીધુ છે.
હોસ્પિટલ મેનેજમેન્ટે દાવો ફગાવ્યો
દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી જ મહારાષ્ટ્રમાં સંક્રમણના કેસ સૌથી વધુ આવતા રહ્યા છે. બેદરકારીના કારણે પણ શહેરમાં દર્દીઓના મોતના કેસ સામે આવી ચૂક્યા છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રની આ હોસ્પિટલમાં થયેલા હંગામાની તસવીરો ચર્ચામાં છે. ઓક્સિજનની કમીથી મોતના દાવાને હોસ્પિટલના મેનેજમેન્ટે ફગાવી દીધો છે. હોસ્પિટલ મેનેજમેન્ટે એમ પણ કહ્યું કે તમામ મૃતકોની હાલત હોસ્પિટલમાં દાખલ થયા તે દિવસથી જ ગંભીર હતી.
Maharashtra: Anger sparked in people after 7 COVID patients died allegedly due to lack of oxygen at a hospital in Nalasopara
"It's only hospital accepting critical patients in the area. Those patients died either due to their age or co-morbidities," said a doctor from hospital pic.twitter.com/d98ToNFQJV
— ANI (@ANI) April 13, 2021
મહારાષ્ટ્રમાં સ્થિતિ કથળી
મહારાષ્ટ્રમાં અનેક જિલ્લાઓની તમામ હોસ્પિટલોમાં બેડ ફૂલ છે. રાજ્યમાં 75 ટકા આઈસીયુ બેડ પણ ભરાયેલા છે. હોસ્પિટલમાં બેડની અછત મુંબઈના ખુબ જ મોંઘા પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ છે. મુંબઈમાં પણ કોવિડ સંક્રમણના રોજેરોજ સામે આવી રહેલા કેસ ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશની વાત કરીએ તો ત્યાં પણ સ્થિતિ ગંભીર છે. કેટલાક જિલ્લાઓમાં દર્દીઓના પરિજનોના હોબાળાના સમાચાર આવ્યા છે. તાજો કેસ ઈન્દોરનો છે. જ્યાં કોવિડ દર્દીને બેડ ન મળતા ગુસ્સે ભરાયેલા પરિજનોએ સોમવારે મોડી રાતે ખાનગી હોસ્પિટલમાં તોડફોડ કરી.
ગ્રેટર કૈલાશ હોસ્પિટલના સંચાલક અનિલ બંડીએ જણાવ્યું કે અમારા ત્યાં કોરોના દર્દી માટે કુલ 90 બેડ છે. અમારા સ્ટાફે તેમને જ્યારે એમ કહ્યું કે બેડ ખાલી નથી તો ભડકેલા પરિજનોએ હોસ્પિટલની ટ્રાન્સપરન્ટ શીટ તોડી નાખી જે કોવિડ સંક્રમણથી બચાવ માટે લગાવવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે