હજુ તો હાલમાં જ ગુજરાતે બિપરજોય નામના વાવાઝોડાને ઝેલ્યું. હાલ વરસાદનો પણ કહેર જોવા મળી રહ્યો છે. આ બધામાં હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં એક ચક્રવાતી તોફાનની સ્થિતિ પેદા થઈ છે, જેના પગલે 12 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આંધ્ર પ્રદેશ, તેલંગણા, અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. જેના કારણે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર જોવા મળી રહ્યું છે. ગંગા નદી પણ હાલ ઉછાળા મારી રહી છે. જેના કારણે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં ભારે વરસાદના પગલે સોમવારે જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું. હવામાન વિભાગે મંગળવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાનું કહેવું છે કે બંગાળની ખાડીમાં એક ચક્રવાતી તોફાન આકાર લઈ રહ્યું છે. જે પશ્ચિમ મધ્ય અને તેની નજીક ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડી ઉપર બનેલું છે. આ તોફાન સમુદ્ર તળથી 5.8 થી 7.6 કિમી ઉપર છે. જેના કારણે 24 કલાકમાં અહીં ઓછા દબાણવાળું ક્ષેત્ર બને તેવું અનુમાન છે. 


આ રાજ્યો માટે ચેતવણી
હવામાન વિભાગે આ કારણે તેલંગણા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને તટીય કર્ણાટકના અલગ અલગ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. અહીં કુલ 115.6 મિલીમીટરથી 204.4 મિલીમીટર સુધી વરસાદ પડી શકે છે. હવામાન  ખાતાના જણાવ્યાં મુજબ 64.5 મિનીથી 115.5 મિમી સુધી વરસાદનું અનુમાન હિમાચલ પ્રદેશ, રાજસ્થાનના પૂર્વ ભાગ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, આંદમાન અને નિકોબાલ દ્વિપ સમૂહ, મરાઠાવાડા, તટીય આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલય, તેલંગણા, આંતરિક કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અને પુડુચેરીમાં પણ છે. ત્યાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 


વિપક્ષના ગઠબંધન પર PM બોલ્યા- ઈન્ડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયામાં પણ ઈન્ડિયા


શું 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે? જો તમારી પાસે હોય તો ખાસ વાંચો આ અહેવાલ


ગંગા-યમુનામાં વધ્યા પાણી, પૂરનું જોખમ
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ મંગળવારે સવારે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 205.45 મીટર નોંધવામાં આવ્યું છે. જે જોખમના નિશાન કરતા વધુ છે. લગભગ 10દિવસ પહેલા દિલ્હીમાં લોકોએ પૂર જેવી સ્થિતિનો સામનો કર્યો હતો. એકવાર ફરીથી દિલ્હીમાં પૂરનું જોખમ મંડરાઈ રહ્યું છે. હરિદ્વારમાં ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. અહીં બંને નદીઓ આગળ જઈને યુપીના મોટાભાગના હિસ્સાને કવર કરે છે. યુપીના અનેક વિસ્તારો જળબંબાકાર બને તેવી આશંકા સેવાઈ રહી છે. બીજી બાજુ યમુનાની સહાયક નદી હિંડન પણ પહાડો પર વધુ વરસાદના કારણે કહેર વર્તાવી રહી છે. નોઈડા, ગાઝિયાબાદના અનેક વિસ્તારોને તેના કારણે ખાલી કરાવવામાં આવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube