Currency News: શું 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે? જો તમારી પાસે હોય તો ખાસ વાંચો આ અહેવાલ

Currency News Update: કેન્દ્ર સરકાર તરફથી નોટો અંગે અનેકવાર મોટા નિર્ણય લેવાયા છે. હાલમાં જ સરકારે 2000  રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો. હવે નાણા મંત્રાલય તરફથી લોકસભામાં કરન્સી નોટ વિશે મોટી વાત જણાવવામાં આવી છે.

Currency News: શું 500 રૂપિયાની નોટ બંધ થઈ જશે? જો તમારી પાસે હોય તો ખાસ વાંચો આ અહેવાલ

Currency News Update: કેન્દ્ર સરકાર તરફથી નોટો અંગે અનેકવાર મોટા નિર્ણય લેવાયા છે. હાલમાં જ સરકારે 2000  રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો. હવે નાણા મંત્રાલય તરફથી લોકસભામાં કરન્સી નોટ વિશે મોટી વાત જણાવવામાં આવી છે. તમે પણ જાણી લો કે શું હવે સરકાર 500 રૂપિયાની નોટને પણ ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાની છે? નાણા મંત્રાલયે લોકસભામાં 500, 1000, 2000 રૂપિયાની નોટો પર મોટું અપડેટ આપ્યું છે. 

30 સપ્ટેમ્બર છે છેલ્લી તારીખ
રિઝર્વ બેંક તરફથી મળેલી જાણકારી મુજબ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં તમે 2000 રૂપિયાની નોટ એક્સચેન્જ કરાવી શકો છો. નાણા મંત્રાલયે લોકસભામાં જણાવ્યું છે કે 2000 રૂપિયાની નોટોને બેંકોમાં બદલવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર 2023 સુધી છે અને સરકાર તેને આગળ વધારવાના કોઈ પણ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. 

શું 500 રૂપિયાની નોટ પણ બંધ થશે?
અત્રે જણાવવાનું કે મીડિયાએ નાણા મંત્રાલયને સવાલ કર્યો છે કે શું સરકાર કાળા નાણા પર લગામ કસવા માટે 500 રૂપિયાની નોટ પણ બંધ કરશે? અત્રે જણાવવાનું કે સરકાર કાળું નાણું રોકવા માટે મોટી નોટોને બંધ કરી રહી છે. હાલ બજારમાં 500 રૂપિયાની નોટ જ સૌથી મોટી નોટ છે. તો શું આવનારા સમયમાં 500 રૂપિયાની નોટ પણ બંધ થઈ શકે. હાલ નાણા મંત્રાલયે કહ્યું છે કે આવી કોઈ જ યોજના પર વિચાર કરવામાં આવ્યો નથી. 

2016માં થઈ હતી પહેલીવાર નોટબંધી
મોદી સરકારે વર્ષ 2016માં પહેલીવાર નોટબંધીનો નિર્ણય લીધો હતો. જેમાં 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે હાલમાં જ સરકારે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ એ સવાલ સામે આવી રહ્યો છે કે શું સરકાર એકવાર ફરીથી 1000 રૂપિયાની નોટ પાછી લાવી શકે છે. તેના પર નાણા મંત્રાલયે કહ્યું કે હાલ એવી કોઈ પણ યોજના પર વિચાર કરવામાં આવ્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news