નવી દિલ્હીઃ હવામાન અંગે આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે બુધવારે જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસું સરેરાશ કરતાં થોડું નબળું રહેશે. એજન્સીએ જણાવ્યું છે કે, આ વર્ષનું ચોમાસું લાંબા ગાળાની સરેરાશના 93 ટકા જેટલું રહેશે. એજન્સીએ જણાવ્યું કે, 90થી 95 ટકા વચ્ચેના લાંબા ગાળાની સરેરાશને 'સામાન્ય કરતાં નબળું' કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીની એસયુવીને અટકાવી કર્યું ચેકિંગ


ભારતમાં વર્ષ 1951થી વર્ષ 2000 સુધીની ચોમાસાની લાંબા ગાળાની સરેરાશ 89 સેમી રહી છે. સ્કાયમેટના સીઈઓ જતીન સિંઘે જણાવ્યું કે, 'આ વર્ષે ચોમાસું સામાન્ય સરેરાશ કરતાં નબળું રહેવા પાછળ 'અલ નીનો' પરિબળ જવાબદાર છે.'


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...