નવી દિલ્હીઃ પહાડો પર આફતનો વરસાદ વરસી રહ્યો છે તો મેદાની વિસ્તારોમાં પણ હવે મેઘમહેર મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. કેમ કે અનરાધાર વરસાદના કારણે 3 રાજ્યમાં નદીઓ ગાંડીતૂર બની છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કયા રાજ્યમાં કેવી છે સ્થિતિ? જોઈશું આ રિપોર્ટમાં... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહાડો પર કાળ બન્યો વરસાદ....
મેદાની પ્રદેશોમાં પણ વરસાદ બન્યો આફત....


આવું અમે એટલા માટે કહીએ છીએ કેમ કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદ લોકોની મુશ્કેલી વધારી રહ્યો છે તો મેદાની પ્રદેશોના 3 રાજ્યોમાં પણ અનરાધાર વરસાદે જનજીવન પર બ્રેક મારી દીધી છે જેમાં


1. મધ્ય પ્રદેશ        
2. છત્તીસગઢ..    
3. મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે... 


સૌથી પહેલાં વાત કરીશું છત્તીસગઢની અહીંયા ધારચુલા ડેમ વિસ્તારના ગણેશપુર ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે 200 જેટલાં પરિવારોને ભારે અસર થઈ છે. જોકે SDRF અને NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કર્યુ અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. આ તરફ મધ્ય પ્રદેશના ભોપાલમાં પણ વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે.  ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ પણ વાંચોઃ UPમાં યોગી જ 'ઉપયોગી'! નહીં થાય નેતૃત્વ પરિવર્તન, બધાએ એક સાથે ચાલવું જ પડશે


મેદાની પ્રદેશોમાં જળબંબાકાર
દેશના 3 રાજ્યમાં મેઘમહેર
સતત વરસાદથી લોકોને ભારે હાલાકી
નદીઓ ગાંડીતૂર, કાંઠાના લોકોને અલર્ટ
જુલાઈમાં મેઘો મન મૂકીને વરસ્યો
અનરાધાર વરસાદ વધારી રહ્યો છે મુસીબત


મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ભારે વરસાદના કારણે વારણા નદી બેકાંઠે વહી રહી છે. નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. જેના કારણે લોકોને નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક તંત્રના અધિકારીઓએ નદીકાંઠા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. 


આ તરફ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદથી હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદીનું વિકરાળ રૂપ જોઈને લોકો ડરી ગયા છે. દ્રઋષિકેશમાં ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જેના કારણે લોકોને સ્થાનિક પ્રશાસને દૂર રહેવાનું અલર્ટ આપ્યું છે.


હવામાન વિભાગે જુલાઈમાં 110 ટકા વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે હાલમાં મેઘરાજા તમામ રાજ્યોમાં મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે તે રાજ્યોમાં અનરાધાર પાણી પડશે અને તે લોકોની મુસીબત વધારશે. જેનો સામનો કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે.