Uttar Pradesh: UPમાં યોગી જ 'ઉપયોગી'! નહીં થાય નેતૃત્વ પરિવર્તન, બધાએ એક સાથે ચાલવું જ પડશે

એકબાજુ ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહ્યા અને પછી રાજ્યમાં કથિત સંગઠન અને યોગી સરકાર વચ્ચે તણાવનો એપિસોડ જોવા મળ્યો. જો કે હવે આ એપિસોડનો જાણે અંત આવી ગયો એમ લાગે છે. જેને જોતા એવું કહી શકાય કે યુપીમાં યોગી 'બાબા'નો ચારેબાજુ જલવો છે.

Uttar Pradesh: UPમાં યોગી જ 'ઉપયોગી'! નહીં થાય નેતૃત્વ પરિવર્તન, બધાએ એક સાથે ચાલવું જ પડશે

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ સતત ભાજપ માટે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે. એકબાજુ ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહ્યા અને પછી રાજ્યમાં કથિત સંગઠન અને યોગી સરકાર વચ્ચે તણાવનો એપિસોડ જોવા મળ્યો. જો કે હવે આ એપિસોડનો જાણે અંત આવી ગયો એમ લાગે છે. જેને જોતા એવું કહી શકાય કે યુપીમાં યોગી 'બાબા'નો ચારેબાજુ જલવો છે. યોગી આદિત્યનાથ જ યુપીના મુખ્યમંત્રી રહેશે અને 2027માં વિધાનસભા ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં લડવામાં આવશે. 

ડેપ્યુટી સીએમથી ખુશ નથી?
યુપીના રાજકારણથી એક એવા પણ મોટા સમાચાર આવ્યા છે કે ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યની નિવેદનબાજીથી કેન્દ્રીય નેતૃત્વ જરાય ખુશ નથી. આવામાં આજે તેમને પાર્ટી ફોરમમાં જ બોલવાના નિર્દેશ અપાયા છે. એટલું નહીં બંને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બૃજેશ પાઠકના કામકાજ ઉપર પણ કેન્દ્રીય નેતૃત્વ મંથન કરી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને અંગે આગળ જઈને કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. અત્રે જણાવવાનું કે શુક્રવારે જયપુરમાં ભૂપેન્દ્ર ચૌધરીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ હતું કે યુપીમાં ચહેરો બદલવાની કોઈ સંભાવના નથી. 

યોગી જ 'ઉપયોગી'?
1. 20 દિવસ સુધી વિધાયકો સાથે મંથન
2. મંગળવારે વિધાયકો સાથે મુલાકાત
3. ભાજપના કેટલાક સાંસદોને પણ મળ્યા સીએમ
4. જનપ્રતિનિધિઓ પાસેથી લીધા ફીડબેક
5. ફરિયાદો પર કાર્યવાહીનો ભરોસો
6. બેદરકાર અધિકારીઓ પર એક્શન
7. લોકસભા ચૂંટણીનું એનાલિસિસ
8. ચૂંટણી માટે એકજૂથ રહેવા જણાવ્યું. 

દિલ્હી કેવી રીતે પહોંચ્યો વિવાદ?
વાત જાણે એમ છે કે 15મી જુલાઈના રોજ કાર્યસમિતિની બેઠકમાં સીએમ યોગી અને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદના અલગ અલગ સૂર હતા ત્યારે સરકાર અને સંગઠન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ ખુલીને બહાર આવી. સીએમ યોગીએ આગળ બધાને એક સાથે ચાલવા કહ્યું તો કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે સરકારથી મોટું સંગઠન છે. સીએમ યોગીએ બેકફૂટ પર નહીં આવવાની વાત કરી તો મૌર્યએ કહ્યું કે સંગઠન હતું અને હંમેશા રહેશે. ત્યારબાદ યોગીએ સ્પષ્ટ સંદેશો આપ્યો કે 27માં એક પણ તિરાડ પડી તો બધા પર અસર પડશે. દિલ્હીમાં યુપીના નેતાઓને એક સાથે બેસાડીને સ્પષ્ટ કરી દેવાયું છે કે બધાએ એક સાથે ચાલવું પડશે. 'ઘર્ષણ'વાળા નિવેદન ન આવવા જોઈએ. બધા મળીને કામ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news